અરવલ્લીઃ મોડાસામાં મહિલાઓએ પોલીસ મથકે જઈ હોબાળો મચાવ્યો! પરેશાની દૂર કરવા કરી માંગ

| Updated on: Jan 31, 2024 | 7:42 PM

અરવલ્લી જિલ્લામાં સ્પા સેન્ટરો અને ગેસ્ટ હાઉસના ગોરખધંધાએ સ્થાનિકોને પરેશાન કરી દીધા છે. આ મામલે અવાર નવાર રજૂઆતો છતા નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી નથી. આ દરમિયાન મોડાસા શહેરની સ્થાનિક મહિલાઓના ટોળાએ શહેર પોલીસ મથકે જઈને રજૂઆત કરી હતી. મહિલાઓએ પોલીસ મથકે જઈને હોબાળો મચાવી પરેશાનીને દૂર કરવા માંગ કરી હતી.

અરવલ્લી જિલ્લામાં સ્પા સેન્ટરો સામે અનેક વાર ફરીયાદો ઉઠી છે. આમ છતાં પણ તે શહેરમાં ધમધમી રહ્યા છે. આ દરમિયાન શહેરમાં ગેસ્ટ હાઉસના નામે ગોરખધંધા સામે પણ ફરીયાદો ઉઠી છે. છતાંય કોઈ કાર્યવાહી નહીં થતી હોવાને લઈ હવે સ્થાનિક મહિલાઓએ પોલીસ મથકે પહોંચીને હોબાળો મચાવ્યો હતો. મહિલાઓએ પોલીસ મથક બહાર સુત્રોચ્ચાર કર્યા હતા અને પરેશાનીને લઈ રોષ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો:  સાબરડેરીની ચૂંટણી યોજવાની પ્રક્રિયા શરુ, ‘અમૂલ’ ને લઈ સૌની નજર મંડરાઇ

મોડાસા શહેરમાં હજીરા વિસ્તારમાં એક ખાનગી ગેસ્ટ હાઉસમાં ચાલતા ગેરકાયદેસર ધંધાઓને લઈ સ્થાનિક રહીશો પરેશાન થઈ ચૂક્યા છે. મહિલાઓ આ વિસ્તારમાં ચાલવા નિકળે કે, નજીકમાં ધાર્મીક સ્થળ પર ખુલ્લામાં બેઠા હોય ત્યારે ગંદી હરકતોનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન વિશ્વકર્મા મંદિરના સીસીટીવીના કેમેરાને પણ દૂર કરી દેવાને લઈ હવે ગેસ્ટ હાઉસ સંચાલક દ્વારા ધાક ધમકીઓ અપાઈ રહી છે. જેને લઈ તંગ આવી ગયેલી મહિલાઓ પરેશાન થઈ હવે પોલીસ મથકે પહોંચી છે. જોકે પોલીસે આ મામલે કાર્યવાહી કરવાનું આશ્વાસન મહિલાઓને આપ્યુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 31, 2024 06:07 PM