ગાબટમાં મૌલવી બદલાતા જૂથ અથડામણ સર્જાઈ, આમને સામને પથ્થરમારો કરાયો, જુઓ Live Video

| Updated on: Nov 19, 2023 | 8:18 PM

અરવલ્લી જિલ્લાના બાયડમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયુ છે. ઘર્ષણના બનાવને પગલે સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સતર્કતાના પગલા હાથ ધર્યા હતા. નિયાઝના ફાળાને લઈ બે જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયુ હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આ સાથે જ મૌલવીને બદલવામાં આવ્યા હોવાને લઈ મામલો વધુ ઉગ્ર બન્યો હતો. ઉગ્ર બોલાચાલી બાદ પથ્થર મારો સામ સામે થયો હતો.

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ગાબટ ગામે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. શરુઆતમાં બે જૂથ વચ્ચે બોલાચાલી સર્જાઈ હતી અને મામલો વધુ ઉગ્ર બનતા પથ્થર મારો શરુ થયો હતો. પથ્થર મારાના દ્રશ્યોના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ સ્થળ પર દોડી આવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અન્ય પોલીસની ટીમોને પણ સ્થળ પર મોકલી ઘટનાની ગંભીરતાને લઈ સર્તકતા દાખવી હતી.

આ પણ વાંચોઃ પોસ્ટમોર્ટમ કેમ કરવામાં આવે છે? ડેડ બોડી સાથે શું શું કરવામાં આવે છે, જાણો

સ્થાનિક ગામની મસ્જિદના મૌલવીને લઈ બોલાચાલી ઉગ્ર બની હતી. અગ્રણી વચ્ચે શરુઆતમાં નિયાઝના ફાળાને લઈ બોલચાલ થતા મૌલવીની વાતને લઈ મામલો વધુ ઉગ્ર બન્યો હતો. વાત એટલી હદે વણસી હતી કે આખરે બંને જૂથ એક બીજા પર પથ્થર વરસાવવા લાગ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.

અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 19, 2023 08:17 PM