Gujarati Video : પાટણના રાધનપુરની હોટલમાં જમવા જેવી બાબતે જૂથ અથડામણ, 5 વ્યક્તિ ઇજાગ્રસ્ત

| Edited By: | Updated on: Jun 07, 2023 | 1:31 PM

રાજયમાં જૂથ અથડામણની ઘટના સામે આવી રહી છે. આવી જ એક ઘટના પાટણના રાધનપુરમાં પણ બની છે. પાટણના રાધનપુરમાં મોડી રાતે હોટલમાં જમવા જેવી બાબતે બે જૂથ વચ્ચે ધિંગાણું સર્જાયું હતુ.

Patan : રાજયમાં જૂથ અથડામણની ઘટના સામે આવી રહી છે. આવી જ એક ઘટના પાટણના રાધનપુરમાં પણ બની છે. પાટણના રાધનપુરમાં મોડી રાતે હોટલમાં જમવા જેવી બાબતે બે જૂથ વચ્ચે ધિંગાણું સર્જાયું હતુ. રાધનપુરના લાટીબજાર વિસ્તારમાં હોટલ પર બે જૂથ સામ-સામે આવી ગયા હતા અને એકબીજા પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચો : Patan : સિદ્ધપુરમાં પાઈપલાઈનમાંથી યુવતીના અવશેષો મળવાના કેસમાં મોટો ખુલાસો

જમવા જેવી નજીવી બાબતે બે જૂથ બાખડ્યાં હતા અને એકબીજા પર હુમલો કર્યો હતો. જૂથ અથડામણમાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા છે. તો બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થિતિ કાબૂમાં લીધી હતી. હાલ પોલીસે બંને જૂથ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પાટણ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો