Rajkot : સિંગતેલના ભાવમાં ભડકો, 4 દિવસમાં સિંગતેલના ડબ્બામાં 130 રૂપિયાનો વધારો, જુઓ Video

સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 3100ને પાર પહોંચ્યો છે. અંદાજે દોઢ મહિનાની વરસાદી બ્રેકને કારણે મગફળીનો ઉત્પાદનનો ફટકો પડશે તેવી આશંકાથી સિંગતેલમાં બેફામ તેજીનો દોર શરૂ થયો છે. આજે રૂપિયા 30ના ઉછાળાથી ભાવ ફરી 3100ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે તહેવારોની રજા પછીના ચાર દિવસમાં ભાવમાં રૂપિયા 130નો ઉછાળો નોંધાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2023 | 11:27 AM

Rajkot : ગરીબ અને મધ્યમ વર્ગના રસોડામાંથી સિંગતેલ ગાયબ થાય તો નવાઇ નહીં, કારણ કે લોકોના ખિસ્સા પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. તહેવારો નજીક આવતા જ સિંગતેલના ભાવ (Groundnut oil) ભડકે બળ્યા છે. બે દિવસ બાદ આજે ફરી સિંગતેલના ભાવમાં રૂપિયા 30નો વધારો થતાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને સિંગતેલ ખાવું મુશ્કેલ બન્યું છે.

આ પણ વાંચો-Valsad news : સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગાના 10થી વધુ મોબાઈલની ચોરી, ચોર CCTVમાં થયો કેદ, જુઓ Video

સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 3100ને પાર પહોંચ્યો છે. અંદાજે દોઢ મહિનાની વરસાદી બ્રેકને કારણે મગફળીનો ઉત્પાદનનો ફટકો પડશે તેવી આશંકાથી સિંગતેલમાં બેફામ તેજીનો દોર શરૂ થયો છે. આજે રૂપિયા 30ના ઉછાળાથી ભાવ ફરી 3100ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે તહેવારોની રજા પછીના ચાર દિવસમાં ભાવમાં રૂપિયા 130નો ઉછાળો નોંધાયો છે.

રાજકોટમાં સિંગતેલ નવા ડબ્બાનો ભાવ રુપિયા 30ના સુધારાથી 3050થી 3100 થયો હતો. ગત મહિને ડબ્બો 3100નો થયા બાદ અંદાજીત 150 રુપિયા ઘટી ગયા હતા,પરંતુ ચોમાસાની ચિંતાના કારણે ફરી એક વખત તેજી થઇ છે અને ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે.

જાણકારોના કહેવા પ્રમાણે દોઢ મહિનાથી વરસાદ નથી. પરિણામે મગફળીના વાવેતરને વ્યાપક નુકસાન છે. વિઘા દીઠ ઉત્પાદન ઘટી શકે છે. રાજય સરકારે પ્રાથમિક અંદાજે 39 લાખ ટન મગફળી ઉત્પાદન થવાનો અંદાજ મુક્યો હતો, પરંતુ વેપારીઓના અંદાજે 24-25 લાખ ટન મગફળી ઉત્પાદન થાય તેવો અંદાજ છે. જેમાં 20 ટકાથી વધુ ગાબડુ પડી શકે તેમ હોવાનું જાણકારોનું માનવું છે. જો કે આગોતરા વાવેતર થઇ ગયા હતા તેવી મગફળી તો બજાર થવા લાગી છે. સિંચાઇ સુવિધા ધરાવતી ખેતીમાં પણ કોઇ ખાસ વાંધો નથી પરંતુ જયાં વાવેતર નબળા પડી ગયા છે ત્યાં કદાચ હવે ફરી વરસાદ આવે તો પણ મોટો ફાયદો થાય તેવી શકયતા નથી.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us: