Botad : બોલીવુડ ફિલ્મ સ્ટાર નિલ નીતિન મુકેશ સહપરિવાર સાથે સાળંગપુર હનુમાનજીના દર્શનાર્થે, જુઓ VIDEO
સાળંગપુરમાં યોજાયેલા કાર્યક્રમમાં ગઢડાના (Gadhada) ધારાસભ્ય આત્મારામ પરમાર સહિતના અધિકારી-પદાધિકારીઓ રહ્યા ખાસ હાજર હતા.
બોટાદના (Botad) સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિરે ત્રિરંગાનું વિતરણ કરાયું હતું. સાથે જ સાળંગપુર (Sarangpur) હનુમાનજીના દર્શનાર્થે બોલીવુડ ફિલ્મ સ્ટાર નિલ નીતિન મુકેશ (Neil Nitin Mukesh) સહપરિવાર આવી પહોંચ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા 75 ફૂટ ના ત્રિરંગા સાથે મંદિરની પ્રદક્ષિણા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગઢડાના (Gadhada) ધારાસભ્ય આત્મારામ પરમાર (MLA Atmaram Parmar) સહિતના અધિકારી-પદાધિકારીઓ રહ્યા ખાસ હાજર હતા.
ઠેર-ઠેર જગ્યાએત્રિરંગા યાત્રા નીકળી
રાજ્યમાં આજે ઠેર-ઠેર જગ્યાએ તિરંગા યાત્રા નીકળી હતી અને તિરંગો લહેરાવ્યો હતો, ત્યારે ગાંધીનગરમાં (Gandhinagar) પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra patel) અને શિક્ષણપ્રધાનની અધ્યક્ષતામાં તિરંગો લહેરાવામાં આવ્યો હતો.તો મહીસાગરમાં કેન્દ્રિય પ્રધાન અર્જુનરામ મેઘવાલ કુબેર ડિંડોરના ઘરે ગયા હતા અને ત્યાં તિરંગો લહેરાવ્યો હતો.તો મહેસાણાના વિજાપુરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (C R Paatil) રેલી કરી હતી.તો અમદાવાદના શાહીબાગમાં રાજસ્થાન સ્કૂલમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત NCC કેડેટની પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને દેશભક્તિના ગીતોની સ્પર્ધા યોજાઈ હતી.જ્યાં હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.તો વાપીની જાહેર બજારમાં રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈએ ૧૦૦ ફૂટ ઊંચો તિરંગો લહેરાવી અને સલામી આપી હતી.
