Gram Panchayat : શહેરોને પણ આંટી મારતું ગુજરાતનું પેરીસ ધર્મજ ગામ, જાણો કેવું છે આ ગામ
Dharmaj : ધર્મજમાં 12 હજારની વસ્તી છે જેમાં 2000 જેટલા નાગરીકો વિદેશમાં વસવાટ કરે છે. ખોબા જેવડા ધર્મજ ગામમાં રાષ્ટ્રીયકૃત અને ખાનગી સહિત કુલ 10 કરતા વધુ બેંક આવેલી છે.
ANAND : મારું ગામ, મારી પંચાયતમાં આજે એવા ગામની વાત કરીશું એ ગામની કે ગામના મોટા ભાગના નાગરિકો વિદેશમાં વસવાટ કરે છે.આર્થિક રીતે વિકસિત આ ગામને ગુજરાતનું પેરીસ ગણવામાં આવે છે. ગામનું નામ ધર્મજ છે. ધર્મજ રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા આઠ તાલુકાઓ પૈકીના એક એવા પેટલાદ તાલુકામાં આવેલું એક નગર છે. ધર્મજના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. અહીં મુખ્યત્વે ઘઉં, ડાંગર, બાજરી, તમાકુ, કેળા, મરચા તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. અહીં ત્રિભોવનદાસ ગિરધરભાઈ પટેલ મિશ્ર પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી અને અંગ્રેજી માધ્યમની શાળા જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
આણંદ જિલ્લામાં આવેલા ધર્મજ ગામનો વિકાસ શહેરના વિકાસથી જરા પણ ઓછો નથી.ગામ આર્થિક રીતે સમૃદ્ધ છે. ધર્મજમાં 12 હજારની વસ્તી છે જેમાં 2000 જેટલા નાગરીકો વિદેશમાં વસવાટ કરે છે. ખોબા જેવડા ધર્મજ ગામમાં રાષ્ટ્રીયકૃત અને ખાનગી સહિત કુલ 10 કરતા વધુ બેંક આવેલી છે. તો શહેરને પણ પાછળ રાખે તેવો બગીચો અને સ્વીમિંગપૂલ પણ છે. લાઈટ, પાણીની સુવિધા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બધુ જ છે. જો કે, હજુ પણ ગામમાં કેટલીક સુવિધા ખુટે છે.
ધર્મજના ગ્રામજનો કહી રહ્યાં છે કે ગામમાં તમામ સુવિધાઓ છે માત્ર આ ગામને અન્ય ગામ સાથે જોડતા રસ્તાઓની સ્થિતિ ખરાબ છે. ગ્રામજનોની માંગ છે કે સરકારમાંથી આવતી ગ્રાન્ટનો યોગ્ય જગ્યાએ અને યોગ્ય રીતે ઉપયોગ થાય.
આ પણ વાંચો : રસી મુકાવતા સમયે નાના બાળકની જેમ બુમો પાડી રડી પડી મહિલા, જુઓ વિડીયો
આ પણ વાંચો : SURENDRANAGAR : સુરેન્દ્રનગર-વિરમગામ હાઇવે પર એસટી બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત, એકનું ઘટનાસ્થળે મોત