Gram panchayat election: જલ્પા પટેલ અછારણ ગામના નવા સરપંચ બન્યા, 424 મતથી ભવ્ય વિજય

|

Dec 21, 2021 | 11:57 AM

Gram panchayat election: સુરતના ઓલપાડ તાલુકાના અછારણ ગામમાં મહિલા સરપંચ બન્યા છે. ગામમાં જલ્પા ચિંતન પટેલ વિજેતા સરપંચ બન્યા છે.

ગુજરાતમાં (Gujarat) 8,686 ગ્રામ પંચાયતોની (Gram Panchayat) મતગણતરી શરૂ થઈ ગઈ છે. રાજ્યના જિલ્લા મથકો મતગણતરીનો (Counting) પ્રારંભ થયો છે. જેમાં સુરતના ઓલપાડ તાલુકાના અછારણ ગામમાં મહિલા સરપંચ બન્યા છે. ગામમાં જલ્પા ચિંતન પટેલ વિજેતા સરપંચ બન્યા છે. તો જણાવી દઈએ કે 424 મતથી જલ્પા પટેલ વિજેતા રહ્યા છે.

તો અછારણ તાલુકામાં ખોસાડીયા ગામમાં પ્રમોદ ગણપત પટેલ સરપંચ તરીકે ચૂંટાયા છે. ગણપત પટેલ 183 મતથી વિજેતા બન્યા છે. આ જ તાલુકાના હાથીશા ગામમાં મનહર પટેલ સરપંચ તરીકે ચૂંટાયા છે.

સુરત જિલ્લાના નવ તાલુકાની ગ્રામપંચાયતોમાં મત ગણતરી ચાલી રહી છે. તો જિલ્લાના 9 તાલુકા મથકે મતગણતરીમાં ગામોના રિઝલ્ટ સામે આવી રહ્યા છે. જણાવી દઈએ કે જિલ્લામાં સરેરાશ 75.92 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. 407 ગ્રામ પંચાયતમાં થયેલા મતદાનની મતગણતરી ચાલી રહી છે. તો જિલ્લામાં 79 જેટલી ગ્રામપંચાયતો સમરસ થઇ હતી.

 

આ પણ વાંચો: Rajkot: બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોધરા રામપર ગામના સરપંચ બન્યા, માત્ર 16 મતથી વિજય

આ પણ વાંચો: ગુજરાતના બનાસકાંઠામાં 530 ગ્રામ પંચાયતની મતગણતરી શરૂ, મતદાન મથકો પર સમર્થકોની ભીડ

Next Video