ભારે ઠંડી વચ્ચે ગ્રામ પંચાયતના મતદાનનો માહોલ ગરમાયો, રાજ્યમાં 2 કલાકમાં નોંધાયું આટલું મતદાન

|

Dec 19, 2021 | 9:31 AM

Gram Panchayat Election: મતદાનના બે કલાકમાં સરેરાશ 5% મતદાન નોંધાયું છે. વહેલી સવારે ઠંડી વચ્ચે મતદાનના આંકડા ગરમ રહ્યા છે.

Gram Panchayat Election: ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે મતદાન ચાલી રહ્યું છે. વહેલી સવારથી જ લોકો મત આપવા માટે મતદાન મથક પહોંચ્યા હતા. તો સવારે પહેલા બે કલાકમાં કુલ મતોનું 5% મતદાન થઇ ગયું હોવાની માહિતી સામે આવી છે. જણાવી દઈએ કે રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જામી છે. ભારે ઠંડી વચ્ચે મતદાનનો માહોલ ગરમાયો છે. ઠંડી હોવા છતાં વહેલી સવારે 5% મતદાન પૂર્ણ થવાના સમાચાર આવ્યા છે.

જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભા-2022ની ચૂંટણી અગાઉ રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ જામ્યો છે. રાજ્યની કુલ 8,684 ગ્રામ પંચાયત માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. જેમાં કુલ 27 હજાર 200 સરપંચોનું ભાવિ નક્કી થશે. તો 1 લાખ 19 હજાર 998 સભ્યો વચ્ચે ચૂંટણીનો સીધો જંગ જામશે. મતદારોની વાત કરીએ તો, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 1 કરોડ 82 લાખ 15 હજાર મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 93 લાખ 69 હજાર 202 પુરૂષ મતદારો અને 88 લાખ 45 હજાર 811 મહિલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

ગ્રામ પંચાયતની ચૂંટણીના ચિત્ર પર નજર કરીએ તો, કુલ 23 હજાર 97 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાંથી 6 હજાર 656 મતદાન મથકો સંવેદશીલ છે, તો 3 હજાર 74 મતદાન મથકો અતિ સંવેદનશીલ છે. તો કુલ 10 હજાર 812 ગ્રામ પંચાયતમાંથી 1 હજાર 167 ગ્રામ પંચાયતો બીનહરિફ થઈ છે. જ્યારે 9 હજાર 669 સભ્ય બીનહરીફ ચૂંટાયા છે. તો 6 હજાર 446 ગ્રામ પંચાયતો અંશતઃ બિનહરીફ છે. જેમાંથી કુલ 4 હજાર 511 સરપંચ અને 26 હજાર 254 સભ્ય બિનહરીફ થયા છે.

 

આ પણ વાંચો: Gram Panchayat Election: ગાંધીનગરના આ ગામમાં છે રસાકસીનો ખેલ, સરપંચની રેસમાં છે 11 ઉમેદવારો

આ પણ વાંચો: Gram Panchayat Election: ઠંડીના જોર વચ્ચે લોકોમાં ઉત્સાહ, બનાસકાંઠાના ગામડાઓમાં મતદારોની લાઈનો

Next Video