Surat : શહેરમાં દૂષિત પાણીની ફરિયાદ બાદ GPCB એકશનમાં, 5 અલગ અલગ લીધા સેમ્પલ, જુઓ Video

| Edited By: | Updated on: May 04, 2023 | 7:53 AM

સુરત શહેરમાં દૂષિત પાણીની ફરિયાદ બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એક્શનમાં આવ્યું છે. GPCBએ કેબલ સ્ટ્રેટ બ્રિજ પાસેથી તાપી નદીના પાણીના સેમ્પલ લીધા હતા.

છેલ્લા કેટલાક સમયથી સુરતમાં પીવાનું દૂષિત પાણી આવતું હોવાનું સામે આવ્યુ છે. સુરત શહેરમાં દૂષિત પાણીની ફરિયાદ બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એક્શનમાં આવ્યું છે. GPCBએ કેબલ સ્ટ્રેટ બ્રિજ પાસેથી તાપી નદીના પાણીના સેમ્પલ લીધા હતા. GPCB દ્વારા અલગ અલગ પાંચ બોટલમાં પાણીના સેમ્પલ લેવાયા હતા. સુરત શહેરમાં દૂષિત પાણીથી લોકો પરેશાન છે. શહેરના મોટાભાગના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી દુર્ગંધ મારતુ અને કલરવાળું પાણી આવતુ હોવાની ફરિયાદ ઉઠી છે.

આ પણ વાંચો :Surat : આંબોલી બ્રિજના વોકવે પર કાર ફસાઈ, NHAI વિભાગની ટીમ ઘટના સ્થળે, જુઓ Video

કતારગામ, વરાછા પીવાના પાણીની મોટી ફરિયાદે

થોડા દિવસો પહેલાં સુરત પાલિકાના કતારગામ, વરાછા અને ઉધના ઝોનમાં પીવાના પાણીની મોટી ફરિયાદ હતી. પીવાના પાણીમાં જીવાત આવતી હોવાની ફરિયાદ બાદ સુરત પાલિકાના હાઇડ્રોલિક વિભાગ સાથે મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષે બેઠક પણ કરી હતી. તેમજ હાઈડ્રોલિક વિભાગે અનેક જગ્યાએ ખોદાણ કરીને કામગીરી કરી હતી. ત્યાં હવે ઉધના ઝોનમાં પીવાના પાણીનું લાલ અને ગંદુ આવતા હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…