Surat : સુરતના બલેશ્વર ખાતે સર્જાયો ત્રિપલ અકસ્માત, ટ્રક ચાલક ઈજાગ્રસ્ત, જુઓ Video
સુરતના બલેશ્વર ખાતે ત્રિપલ અકસ્માતની ઘટના બની હતી. મુંબઈથી અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર ટેન્કર પાછળ બે વાહનો અથડાતા અકસ્માત સર્જાયો હતો.
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવી છે. આવી જ એક અકસ્માતની ઘટના સુરતમાં બની છે. સુરતના બલેશ્વર ખાતે ત્રિપલ અકસ્માતની ઘટના બની હતી. મુંબઈથી અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર ટેન્કર પાછળ બે વાહનો અથડાતા અકસ્માત સર્જાયો હતો. ટેન્કર પાછળ ટ્રક અને ટ્રક પાછળ કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોંચી છે. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Surat : ઈન્ડોર સ્ટેડિયમમાં 7થી8 હજાર લોકોએ નિહાળ્યો પીએમ મોદીનો ‘મન કી બાત’ કાર્યક્રમનો 100મો એપિસોડ, જુઓ Video
સાબરકાંઠાના સાપાવાડા નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત
આ અગાઉ સાબરકાંઠાના ઈડરના સાપાવાડા નજીક અકસ્માતની ઘટના બની હતી. ઈડરના સાપાવાડા નજીક સાબરડેરીના દૂધના ટેન્કર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટના સ્થળે એક યુવાનનું મોત નિપજ્યું હતુ. રોડની સાઈડે ઉભી રહેલી બાઈકને ટેન્કરે પાછળથી ટકકર મારી હતી. આ અકસ્માતમાં કુલ 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…