Surat : આંબોલી બ્રિજના વોકવે પર કાર ફસાઈ, NHAI વિભાગની ટીમ ઘટના સ્થળે, જુઓ Video
સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે. કામરેજના આંબોલી બ્રિજ પર ઈકો કાર વોક-વે વચ્ચે ફસાઈ હતી. જેની જાણ થતા NHAI વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવી છે. સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે. કામરેજના આંબોલી બ્રિજ પર ઈકો વોક-વે વચ્ચે ફસાઈ હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે NHAI વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિની માહિતી પ્રાપ્ત થઈ નથી.
આ પણ વાંચો : Surat: વેસુમાં બિલ્ડરે યુવતીને લગ્નની લાલચ આપી આચર્યુ દુષ્કર્મ, આરોપી ફરાર, જુઓ Video
સુરતના બલેશ્વર ખાતે ત્રિપલ અકસ્માતની ઘટના
તો બીજી તરફ આજે સુરતના બલેશ્વર ખાતે ત્રિપલ અકસ્માતની ઘટના બની હતી. મુંબઈથી અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર ટેન્કર પાછળ બે વાહનો અથડાતા અકસ્માત સર્જાયો હતો. ટેન્કર પાછળ ટ્રક અને ટ્રક પાછળ કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોંચી છે. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા ગુજરાતના સંતોનું મહાઅભિયાન
અમદાવાદમાં ડેન્ગ્યૂનો ડબલ એટેક! બે મહિનામાં 700થી વધુ કેસ,જુઓ Video
GTUમાં PhD કરતો વિદ્યાર્થી ડ્રગ્સ કેસમાં ઝડપાયો ! જુઓ Video
અમદાવાદમાં 3,000થી વધુ EV ચાર્જિંગ સ્ટેશન ઊભા કરાશે
