પંચમહાલના ગોધરામાં બનાવટી સોફ્ટવેર દ્વારા સરકારી અનાજ ચાંઉ કરવાનું કૌભાંડ ઝડપાયું, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Feb 13, 2024 | 9:09 PM

બનાવટી સોફ્ટવેરમાં રેશનકાર્ડ ધારકોના બાયોમેટ્રિક અને અન્ય વિગતો સંગ્રહ કરાઈ હતી. 29 રેશનકાર્ડ ધારકોના ફિંગરપ્રિન્ટ સેવ રાખી 3 વર્ષથી અનાજ ઉપાડી લેતા હતા. તો 4 મૃતકની ફિગરપ્રિન્ટ સેવ રાખી અનાજ મેળવ્યું હતું. 42 હજારથી વધુનું અનાજ સગેવગે કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

પંચમહાલમાં બનાવટી સોફ્ટવેર બનાવી સરકારી અનાજ ચાઉં કરવાનું કૌભાંડ ઝડપાયું છે. સસ્તા અનાજની દુકાન સંચાલક અને સ્ટાફે ભેગા મળી કૌભાંડ આચર્યું છે. ધી નવયુગ સહકારી મંડળી નામની દુકાનમાં NFSA યોજનામાં અનાજની માહિતી રાખતું સોફ્ટવેર જેવું બીજું સોફ્ટવેર બનાવ્યું હતું.

બનાવટી સોફ્ટવેરમાં રેશનકાર્ડ ધારકોના બાયોમેટ્રિક અને અન્ય વિગતો સંગ્રહ કરાઈ હતી. 29 રેશનકાર્ડ ધારકોના ફિંગરપ્રિન્ટ સેવ રાખી 3 વર્ષથી અનાજ ઉપાડી લેતા હતા. તો 4 મૃતકની ફિગરપ્રિન્ટ સેવ રાખી અનાજ મેળવ્યું હતું. 42 હજારથી વધુનું અનાજ સગેવગે કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

આ પણ વાંચો લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપનો ભરતી મેળો યથાવત, કોમન યુનિવર્સિટી એક્ટનો વિરોધ કરનાર અધ્યાપકો ભાજપમાં જોડાયા