Banaskantha : દિયોદરના 132 ગામના તળાવો ભરવાની સરકારે મંજૂરી આપતા MLA કેશાજી ચૌહાણે યોજી પદયાત્રા, જુઓ Video

Banaskantha : દિયોદરના 132 ગામના તળાવો ભરવાની સરકારે મંજૂરી આપતા MLA કેશાજી ચૌહાણે યોજી પદયાત્રા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2023 | 5:14 PM

દિયોદર અને ડીસાના ગામોમાં ભુગર્ભ જળ ઉંડા જતા ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે. તેથી ધારાસભ્યએ સરકારને રજૂઆત કરતા હવે 1 હજાર 200 કરોડના ખર્ચે પાઈપ લાઈન દ્વારા 132 ગામના તળાવો ભરવામાં આવશે. ધારાસભ્યએ હનુમાન દાદાના મંદિરે દર્શન કરી ભુગર્ભ જળ ઉંડા જતા અટકે તેવી પ્રાર્થના કરી હતી. બીજી તરફ ખેડૂતોએ સરકારનો આભાર માન્યો હતો.

Banaskantha : દિયોદર તાલુકાના 132 ગામના તળાવો (Lakes) ભરવાની સરકારે મંજૂરી આપતા ભાજપના ધારાસભ્યએ પદયાત્રા યોજી છે. ધારાસભ્ય કેશાજી ચૌહાણે પોતાના ગામ મોજરૂથી લાખણીના ગેળા હનુમાનજી મંદિર સુધી પદયાત્રા કરી હતી. પદયાત્રામાં ખેડૂતો સહિત મોટી સંખ્યામાં ધારાસભ્યના સમર્થકો જોડાયા હતા.

આ પણ વાંચો Banaskantha: થરાદના લુણાવા ગામના એક મંદિરમાંથી મળ્યા ગાંજાના છોડ, એક શખ્સની ધરપકડ, જુઓ Video

દિયોદર અને ડીસાના ગામોમાં ભુગર્ભ જળ ઉંડા જતા ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે. તેથી ધારાસભ્યએ સરકારને રજૂઆત કરતા હવે 1 હજાર 200 કરોડના ખર્ચે પાઈપ લાઈન દ્વારા 132 ગામના તળાવો ભરવામાં આવશે. ધારાસભ્યએ હનુમાન દાદાના મંદિરે દર્શન કરી ભુગર્ભ જળ ઉંડા જતા અટકે તેવી પ્રાર્થના કરી હતી. બીજી તરફ ખેડૂતોએ સરકારનો આભાર માન્યો હતો.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 10, 2023 05:12 PM
g clip-path="url(#clip0_868_265)">