Watch : દિયોદર લાફા કાંડ મામલે ખેડૂતોની જીત, CM સાથે બેઠક બાદ ખેડૂતોએ ન્યાય યાત્રા સમેટી, જુઓ Video
CM સાથેની બેઠક બાદ ખેડૂત આગેવાન અમરા ચૌધરીએ ન્યાય યાત્રા સમેટવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગ્ય ન્યાયની ખાતરી આપતા અમે આ આંદોલન સમેટી રહ્યા છીએ.
Banaskantha : દિયોદરમાં ખેડૂત (Farmer) આગેવાનને ભાજપ MLAના સમર્થકે લાફો મારતાં ખેડૂતોએ દિયોદરથી ગાંધીનગર સુધીની ન્યાય યાત્રા શરૂ કરી હતી. આ ન્યાય યાત્રાને ગોઝારીયા નજીક પોલીસે અટકાવી હતી અને પોલીસ ખેડૂત આગેવાન અમરા ચૌધરી અને અન્ય ખેડૂત આગેવાનોને ગાંધીનગર લઇ ગઇ હતી. જ્યાં ખેડૂત આગેવાનો સાથે CM ભૂપેન્દ્ર પટેલ બેઠક યોજી હતી.
CM સાથેની બેઠક બાદ ખેડૂત આગેવાન અમરા ચૌધરીએ ન્યાય યાત્રા સમેટવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગ્ય ન્યાયની ખાતરી આપતા અમે આ આંદોલન સમેટી રહ્યા છીએ. જો અમારી તમામ માગ સંતાષવામાં નહી આવે તો આગામી સમયમાં ફરીથી આંદોલન શરૂ કરીશું.
આ મામલે હવે ભૂજ રેન્જ આઇજી સમગ્ર મામલાની તપાસ કરશે. રેન્જ આઇજી સાથે પણ ખેડૂતોની બેઠક થઈ હતી. જવાબદાર તમામ વિરૂદ્ધ પગલા લેવાની સરકાર દ્વારા ખાતરી આપવામાં આવતા ખેડૂત આગેવાનોએ રેલી સમેટવાનો નિર્ણય લીધો છે.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો