Banaskantha: થરાદના લુણાવા ગામના એક મંદિરમાંથી મળ્યા ગાંજાના છોડ, એક શખ્સની ધરપકડ, જુઓ Video

Banaskantha: થરાદના લુણાવા ગામના એક મંદિરમાંથી મળ્યા ગાંજાના છોડ, એક શખ્સની ધરપકડ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2023 | 6:25 PM

અસામાજિક તત્વો મંદિરમાં ગાંજો પીતા હોવાની લોકોએ ફરિયાદ કરી હતી. ત્યારે લોકોની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતાં મોટા પ્રમાણમાં ગાંજાના છોડ મળી આવ્યા છે. પોલીસે મંદિર પાસે રહેતા એક શખ્સની ધરપકડ કરી છે. મંદિરની બાજુમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું.

Banaskantha : રાજ્યમાં વિદ્યાના ધામમાંથી ગાંજાના છોડ ઝડપાવાનો મામલો હજુ થાળે પડ્યો નથી. ત્યાં હવે મંદિરમાંથી ગાંજાના છોડ મળી આવ્યાની ઘટના સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદના લુણાવામાંથી ગાંજાના છોડ મળી આવ્યા છે. ગામમાં આવેલ એક મંદિર પાસેથી ગાંજાના છોડ મળી આવ્યા હોવાની માહિતી મળી છે.

આ પણ વાંચો Breaking Video : અંબાજી મંદિરમાં ગર્ભગૃહમાં vip દર્શન બંધ કરાયા ! Vip પ્લાઝાથી દાન રૂપે પાવતી લઈ દર્શન થતા હોવાનો આક્ષેપ

અસામાજિક તત્વો મંદિરમાં ગાંજો પીતા હોવાની લોકોએ ફરિયાદ કરી હતી. ત્યારે લોકોની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતાં મોટા પ્રમાણમાં ગાંજાના છોડ મળી આવ્યા છે. પોલીસે મંદિર પાસે રહેતા એક શખ્સની ધરપકડ કરી છે. મંદિરની બાજુમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">