Gandhinagar: ઢોર નિયંત્રણ કાયદાને લઈને સરકારનું નિવેદન, કોઈને સમસ્યા ન સર્જાય તે પ્રકારની વ્યવસ્થા કાયદાની કલમમાં રખાશે

Gandhinagar: ઢોર નિયંત્રણ કાયદાને લઈને સરકારનું નિવેદન, કોઈને સમસ્યા ન સર્જાય તે પ્રકારની વ્યવસ્થા કાયદાની કલમમાં રખાશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 6:54 PM

ગાંધીનગરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જીતુ વાઘાણીએ ઢોર નિયંત્રણ કાયદાને લઈને નિવેદન આપ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે વિરોધ કરનારા માલધારી સમાજને સરકારની વિનંતી છે કે કોઈને તકલીફ ન થાય તે પ્રકારના નિર્ણય કરાશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ ગુજરાત (Gujarat) માં વિરોધના સૂર પણ વધી રહ્યા છે. પાણી અને વીજળીના મુદ્દે ખેડૂતોનો વિરોધ, જુની પેન્શન યોજના લાગુ કરવા સાથે શિક્ષકોનો વિરોધ અને હવે રખડતા ઢોર નિયંત્રણના કાયદાને (Cattle Control Act) લઇને માલધારી સમાજનો વિરોધનો સૂર ઊભો થયો છે. ત્યારે ચૂંટણી પહેલા આ વિરોધના સૂર ડામવા સરકાર તરફથી પણ બનતા પ્રયત્ન થઇ રહ્યા છે. સરકારે હવે ઢોર નિયંત્રણ કાયદાને લઇને ફેર વિચારણા કરાવાનો નિર્ણય કર્યો છે. ત્યારે હવે મામલે પ્રધાન જીતુ વાઘાણીએ પણ આ અંગે નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે કોઈને સમસ્યા ન સર્જાઈ તે પ્રકારની વ્યવસ્થા કાયદાની કલમમાં રખાશે.

ગાંધીનગરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જીતુ વાઘાણીએ ઢોર નિયંત્રણ કાયદાને લઈને નિવેદન આપ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે વિરોધ કરનારા માલધારી સમાજને સરકારની વિનંતી છે કે કોઈને તકલીફ ન થાય તે પ્રકારના નિર્ણય કરાશે. તેમણે જણાવ્યુ કે આવતીકાલે પણ માલધારી આગેવાનોની સીએમ સાથે બેઠક થશે અને કોઈને સમસ્યા ન સર્જાઈ તે પ્રકારની વ્યવસ્થા કાયદાની કલમમાં રખાશે. તેમણે એમ પણ જણાવ્યુ કે દેશમાં પહેલીવાર 600 કરોડનું બજેટ પાંજરાપોળ અને ગૌમાતા માટે ફાળવાયુ છે.

મહત્વનું છે કે માલધારી સમાજ ભાજપ સરકારથી ભારોભાર નારાજ છે. ઢોર નિયંત્રણ કાયદો રદ કરવાની માંગ સાથે આજે ગાંધીનગરમાં માલધારીઓ સત્યાગ્રહ છાવણીએ એકત્ર થયા હતાં અને વિરોધ નોંધાવ્યો હતો. વિધાનસભા ગૃહમાં રખડતા ઢોર નિયંત્રણ કાયદો પસાર કરાયો છે ત્યારે માલધારી સમાજમાં આક્રોશ ભભૂક્યો છે. માલધારી સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો :  Rajkot: નરેશ પટેલના જુના નિવેદનને લઈને વિવાદ સર્જાયો, કોળી સમાજની 9 સંસ્થાને પત્ર લખી નિવેદન પાછુ ખેંચવા માગ કરી

આ પણ વાંચો : Ahmedabad: ચૌધરી હોસ્પિટલમાં મહિલા દર્દીનું મોત થતાં પરિજનોએ ડૉક્ટર પર બેદરકારીનો આક્ષેપ કર્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published on: Apr 05, 2022 06:53 PM
g clip-path="url(#clip0_868_265)">