Girsomnath : ઉના પાસેના નાના સમઢીયાળા ગામમાં એસટી સેવા શરુ, ગ્રામજનોએ ડ્રાઈવર કંડકટરને તિલક કરીને કર્યા વધામણા, જુઓ Video

|

Jul 25, 2023 | 1:27 PM

ગુજરાતના અનેક અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો છે. જ્યાં સરકારી બસ સેવાનો લાભ મળતો નથી. જેના કારણે ગ્રામ્યજનોને હાલાકીનો સામનો કરવો પડે છે. તો આવી જ પરિસ્થિતિ ગીર સોમનાથના ઉના પાસેના નાના સમઢીયાળા ગામની પરિસ્થિતિ છે.

Girsomnath : રાજ્યમાં મોટા શહેરોમાંતો સામાન્ય રીતે બસ સેવા મળી રહે છે. પરંતુ ગુજરાતના અનેક અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો છે. જ્યાં સરકારી બસ સેવાનો લાભ મળતો નથી. જેના કારણે ગ્રામ્યજનોને હાલાકીનો સામનો કરવો પડે છે. તો આવી જ પરિસ્થિતિ ગીર સોમનાથના ઉના પાસેના નાના સમઢીયાળા ગામની પરિસ્થિતિ છે.

આ પણ વાંચો : Gir Somnath : જિલ્લામાં અવિરત વરસાદ અને પૂરની પરિસ્થિતિમાં જરૂરિયતમંદોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા બિસ્કીટ અને આહાર વિતરણ કરાયું

એસટી બસ ડ્રાઈવર કંડકટરના તિલક કરીને વધામણા કર્યા

ગીરસોમનાથના ઉના પાસેના નાના સમઢીયાળા ગામમાં 18 વર્ષ બાદ એસટી બસ શરુ થઈ છે. ગ્રામજનોએ એસટી બસ ડ્રાઈવર કંડકટરના તિલક કરીને વધામણા કર્યા છે. ગ્રામજનો પાછલા 18 વર્ષથી એસટી બસની માંગ કરતા હતા. બસના સ્વાગતમાં ઉના ધારાસભ્ય કે.સી.રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગામમાં 18 વર્ષ બાદ એસટી બસ સેવા શરુ થતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video