જામનગરમાં ઉંડા બોરવેલમાં ફસાઈ બાળકી, ફાયર વિભાગની રેસ્કયુ કામગીરીનો, જુઓ Video

|

Jun 03, 2023 | 7:32 PM

જામનગરમાં તમાચણ ગામે બોરવેલમાં બાળકી ગરકાવ થવાની ઘટના બની છે. જેમાં 25 ફૂટે બોરવેલમાં ફસાયેલી બાળકીનું હાલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. છેલ્લા 6 કલાકથી બાળકીનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.

Jamnagar: અઢી વર્ષની માસૂમ જિંદગી સામે જંગ લડી રહી છે. તમાચણ ગામે વાડી વિસ્તારમાં બાળકી રમતા રમતા બોરવેલમાં પડી છે. અઢી વર્ષની બાળકી 250 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતાં 25 ફૂટ નીચે ફસાઇ છે. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી છે અને છેલ્લા છ કલાકથી બાળકીનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

બાળકીના રેસ્ક્યૂ માટે રોબર્ટ રેસ્ક્યૂ ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે તો ગાંધીનગરથી NDRFની ટીમ પણ જામનગર જવા માટે રવાના થઇ છે. સાથે સાથે કાલાવડ ફાયર વિભાગ અને આરોગ્યની ટીમ રેસ્ક્યૂમાં જોડાઈ છે. બચાવ ટીમને બાળકીના હાથ દેખાયા છે. જેથી હાલ બોરવેલમાં બાળકીને ઓક્સિજન આપવાની કાર્યવાહી પણ ચાલુ કરવામાં આવી છે.

આ પણ વાંચો : પોલીસ બનીને તોડ કરતો યુવક ઝડપાયો, SOG પોલીસના નામે ફોન કરી રૂપિયાની કરતો હતો ઉઘરાણી

ખેતમજૂરી કરતા અને મુળ મધ્યપ્રદેશના રહેવાસી એવા શ્રમિક પરિવારની બાળકી બોરવેલમાં પડી ગઈ છે. અકસ્માતે રમતા-રમતા બાળકી પડી ગઈ હતી. રેસ્ક્યૂ માટે NDRFની ટીમ પણ રવાના થઈ ગઈ છે. આ ઉપરાંત 108ની ટીમ, ફાયર બ્રિગેડની ટીમ, પોલીસ જવાનો અને આસપાસના ગ્રામજનોએ બચાવ કામગીરી શરૂ કરી છે. જેસીબીની મદદથી બોરવેલની બાજુમાં ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે.

જામનગર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video