થાય એ કરી લો.. ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક, વીડિયો વાયરલ
ગીર સોમનાથ જિલ્લામાંથી ખેડૂત સાથે થયેલા ગેરવર્તણૂકનો એક વીડિયો સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ વીડિયો તાલાલા તાલુકાના આંબળાશ ગામનો હોવાનું સામે આવી રહ્યું છે.
ગીર સોમનાથ જિલ્લામાંથી ખેડૂત સાથે થયેલા ગેરવર્તણૂકનો એક વીડિયો સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ વીડિયો તાલાલા તાલુકાના આંબળાશ ગામનો હોવાનું સામે આવી રહ્યું છે, જેમાં ફરજ બજાવતા મહિલા તલાટી માધુરી ઠાકોર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
મળતી માહિતી મુજબ, વાવેતરના દાખલા સંબંધિત પૂછપરછ કરવા માટે ખેડૂત તલાટી કચેરીએ ગયા હતા. આ દરમિયાન ખેડૂતોને યોગ્ય અને સ્પષ્ટ જવાબ ન મળતા બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદમાં ઉગ્ર બની ગઈ હતી.
વાયરલ થયેલા વીડિયોમાં મહિલા તલાટી દ્વારા ખેડૂત સાથે અણઉચિત ભાષામાં વાતચીત કરવામાં આવી હોવાનું તેમજ તેમને ધમકી આપવામાં આવી હોવાનું પણ જોવા મળે છે. આ સમગ્ર ઘટના કૅમેરામાં કેદ થતાં સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
વીડિયો સામે આવ્યા બાદ સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો દ્વારા આ પ્રકારના મનસ્વી અને અયોગ્ય વર્તનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, તથા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે
ગુજરાતના અલગ અલગ જિલ્લાના મહત્વના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
