ગીર સોમનાથના લોઢવા ગામે માઈનિંગ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી, અંબુજા કંપની અને ગુજરાત સરકારને SCએ નોટીસ ફટકારી
કોડીનાર સ્થિત અંબુજા સિમેન્ટ કંપનીને સુત્રાપાડાના લોઢવા ગામ ખાતે 591 હેક્ટર જમીનમાં માઇનિંગ મંજુરી અપાઇ હતી. ગ્રામજનોનો આ મુદ્દે ઉગ્ર વિરોધ હોવા છતાં મંજૂરી આપતાં ગ્રામજનોએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
GIR SOMNATH : ગીર સોમનાથ જિલ્લાના લોઢવા ગામે માઈનિંગ ઉપર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. આ મુદ્દે અંબુજા કંપની અને રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટે નોટીસ આપી છે. કોડીનાર સ્થિત અંબુજા સિમેન્ટ કંપનીને સુત્રાપાડાના લોઢવા ગામ ખાતે 591 હેક્ટર જમીનમાં માઇનિંગ મંજુરી અપાઇ હતી. ગ્રામજનોનો આ મુદ્દે ઉગ્ર વિરોધ હોવા છતાં મંજૂરી આપતાં ગ્રામજનોએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
માઈનિંગથી ખેતીવાડી જમીન, વન્ય અને દરિયાઈ જીવસૃષ્ટિ વગેરેને થતી વિપરિત અસરને થતી હોવાનો આક્ષેપ સાથે ગ્રામજનોએ સુપ્રીમમાં રજૂઆત કરી હતી અને લોઢવા ગામના ખેડૂતોએ કિસાન સંઘર્ષ સમિતિ બનાવીને સુપ્રિમ કોર્ટમાં વાંધા અરજી દાખલ કરી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે માઇનિંગ પર રોક લગાવી છે.સુપ્રીમ કોર્ટની નોટિસના પગલે લોઢવા ગામના ખેડૂતીમાં ખુશીનો માહોલ છે. ખેડૂતોએ એકબીજાના મોં મીઠા કરાવી ફટાકડા ફોડ્યા.
આ પણ વાંચો : જુનાગઢમાં રખડતા ઢોરે મહિલા પર કર્યો એટેક, જીવના જોખમે બચી મહિલા, જુઓ વિડીયો
આ પણ વાંચો : વેક્સિનનું સુરક્ષા કવચ : કોરોનાનો મૃત્યુઆંક ઘટાડવા વેક્સિન જ એકમાત્ર રામબાણ ઈલાજ