Gir Somnath: પ્રશ્નાવાડ ગામ પાણીથી તરબોળ, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા, તંત્રની મદદ માટે રાહ જોઇ રહ્યા છે અસરગ્રસ્તો
ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લામાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઇ છે. ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં મુશળધાર વરસાદ વરસ્યા બાદ મુશ્કેલી સર્જાઇ છે. પ્રશ્નાવાડ ગામ સહિતના વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાઇ ગયા છે.
હવામાન વિભાગે (Department of Meteorology) કરેલી આગાહી અનુસાર ગુજરાતમાં (Gujarat) હજી એક દિવસ ભારે વરસાદનું (Rain) જોર યથાવત રહેશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જો કે અત્યાર સુધીમાં વરસાદે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોને ધમરોળી દીધુ છે. ગીરસોમનાથ (Gir Somnath) જિલ્લાના સુત્રાપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ છે. પ્રશ્નાવાડા ગામ સહિતના અનેક ગામોમાં લોકોના ઘરોમાં પાણી ભરાયું છે.
પ્રશ્નાવાડ ગામમાં કમર સુધીના પાણી
ગીર સોમનાથ જિલ્લામાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઇ છે. ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં મુશળધાર વરસાદ વરસ્યા બાદ મુશ્કેલી સર્જાઇ છે. પ્રશ્નાવાડ ગામ સહિતના વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાઇ ગયા છે. પ્રશ્નાવાડ ગામમાં કોળીવાડા અને નવાપરા વિસ્તાર પાણીથી તરબોળ થઇ ગયો છે. જેના પગલે લોકોની ઘરવખરી પલળીને બરબાદ થઇ ગઇ છે. ગામમાં પણ કમર સુધીનું પાણી ભરાયુ હોવાથી લોકો સ્થળાંતર પણ કરી શકતા નથી. લોકોને છત પર આસરો લેવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. તો અસરગ્રસ્તો હવે તંત્ર જલ્દી તેમની મદદ આવે તેની રાહ જોઇ રહ્યુ છે.
હજુ ભારે વરસાદની આગાહી
મહત્વનું છે કે હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં હજુ એક દિવસ વરસાદનું જોર યથાવત રહેશે. વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરતમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, ગીર-સોમનાથ, દેવભૂમિદ્વારકામાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. ગુજરાતના દરિયાાકાંઠે આગામી 24 કલાકમાં લો પ્રેશર સિસ્ટમ થશે. જેનાથી આગામી સમયમાં ગુજરાતમાં વધુ વરસાદ આવે તેવી શક્યતા છે. માછીમારો અને બંદરો માટે પણ ચેતવણી આપવામાં આવી છે.