Gir Somnath : કોરોના મહામારી વચ્ચે મેરેથોન, આયોજકો વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો
જ્યાં એક બાજું દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને અનેક પ્રકારના નિયમો લાગૂ કરી દેવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ વેરાવળ મથકમાં હજારોની ભીડ એકઠી કરીને મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, આ જોતા જાણે કોરોનાની દોડ દોડાઈ રહી હોય તેવું લાગ્યું હતું,
ગીર સોમનાથના (Gir Somnath) વેરાવળમાં કોરોનાના (Corona) કહેર વચ્ચે મેરેથોનનું (Marathon)આયોજન કરનાર આયોજક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ભારત વિકાસ પરિષદના કલ્પેશ શાહ (Kalpesh Shah) વિરૂદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે.મહત્વનું છે કે સાંસદની હાજરીમાં જ સ્પર્ધકોએ નિયમો તોડ્યા.વેરાવળમાં મેરેથોન દોડનું આયોજન કરાયું હતું જેને સાંસદ રાજેશ ચુડાસમાએ (MP Rajesh Chudasama) લીલીઝંડી આપી હતી.જો કે, આ દોડના કાર્યક્રમમાં સ્પર્ધકોએ ન તો માસ્ક પહેર્યું હતું ન તો કોઈ સ્પર્ધક વચ્ચે બે ગજની દૂરી હતી. થોડી જગ્યામાં સેંકડો સ્પર્ધકો એકઠાં થયા હતા અને નિયમોનો સાંસદની સામે ભંગ કર્યો હતો.
એક તરફ કોરોનાના કેસોમાં વધારો, બીજી તરફ મેરેથોનનું આયોજન
જ્યાં એક બાજું દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને અનેક પ્રકારના નિયમો લાગૂ કરી દેવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ વેરાવળ મથકમાં હજારોની ભીડ એકઠી કરીને મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, આ જોતા જાણે કોરોનાની દોડ દોડાઈ રહી હોય તેવું લાગ્યું હતું, જેમાં કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ગુજરાતમાં 5 હજારથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે આવી દોડનું આયોજન કરીને કોરોનાનો વિસ્ફોટ સર્જવાની તૈયારીઓ થઇ રહી હોવાનું ફલિત થયું હતું.
આ પણ વાંચો : VALSAD : ગર્ભવતી મહિલાનું અપહરણ અને બાદમાં ગેંગ રેપ, 3 આરોપી પોલીસની ગિરફ્તમાં
આ પણ વાંચો : DAHOD : લક્ષ્મીનગરમાં એક મહિનાથી આવે છે લાલ પાણી, દૂષિત પાણી સ્વાસ્થ્ય માટે છે જોખમી