ગીર સોમનાથ: સરપંચના ઘરમા જઈ ગાયનું મારણ કરનાર દીપડાને પકડી લેવાયો, દોઢ કલાકની જહેમત બાદ પાંજરે પુરાયો

ગીર સોમનાથ: સૌરાષ્ટ્રમાં અવારનવાર વન્ય જીવો માનવ વસાહતો સુધી આવી જતા હોવાથી લોકોમાં ભયનું મોજુ ફરી વળે છે. ગીર સોમનાથમાં બે ગામોમાં દીપડાની કનડગત સામે આવી છે. જેમા વેરાવળમાં એક બાળકને ફાડી માનવભક્ષી દીપડાને પાંજરે પુરવામાં આવ્યો હતો. ત્યા ફરી તાલાલાના રામપરા ગામના સરપંચના ઘરમાં દીપડો આવી ચડ્ય અને ગાયનું મારણ કરતા ગામલોકોમાં ભય ફેલાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2024 | 11:18 PM

સૌરાષ્ટ્રમાં દીપડાની દહેશત દિવસેને દિવસે વધી રહી છે. જે જંગલ વિસ્તાર નથી, ત્યાં પણ દીપડા ફરી રહ્યા છે. ગીર સોમનાથના બે સ્થળોએ દીપડો જોવા મળ્યો.. જ્યાં વેરાવળમાં બાળકે ફાડી ખાનારો દીપડો પાંજરે પુરાયો. તો બીજી તરફ ઘરમાં ઘુસીને મારણ કરનારા દીપડાને પણ પકડી લેવાયો. બે દીપડા તો પકડાયા. પરંતુ દહેશત યથાવત્ છે. લોકો ઘરમાંથી નીકળતા ડરે છે. કારણ કે, હવે તો દીપડો છેક ઘરમાં આવતો થઈ ગયો છે.

સરપંચના ઘરમાં ઘુસી દીપડાએ ગાયનું કર્યુ મારણ

ગીર સોમનાથના તાલાલામાં લોકો સ્તબ્ધ થઈ ગયા. જ્યારે ખબર પડી કે, દીપડાએ ઘરમાં ઘુસીને મારણ કર્યું છે. રામપરા ગામના સરપંચના ઘરે જ દીપડો પહોંચી ગયો હતો. દીપડાએ એક ગાયનું મારણ કર્યું હતું. જે બાદ મકાનમાં ઘુસી ગયો. જો કે, સારી વાત એ હતી કે, મકાન બંધ હતું. જેથી કોઈ વ્યક્તિ પર હુમલો થયો નહીં. જે બાદ વન વિભાગની ટીમ આવી. રામપરા ગામમાં દીપડાનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું.. જો કે, દીપડો સરળતાથી હાથ આવતો ન હતો. આખરે દોઢ કલાકની જહેમત બાદ દીપડાને પાંજરે પુરવામાં આવ્યો.

આ પણ વાંચો: ભડકાઉ ભાષણ આપવા મામલે ATSએ કરી મુફતી સલમાન અઝહરીની ધરપકડ, જુનાગઢમાં સભા દરમિયાન આપ્યું હતું ભડકાઉ ભાષણ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
જણસી ખુલ્લામાં ન મુકવા કરી અપીલ, મરચાના પાક માટે શરુ કરાઈ ટોકન સિસ્ટમ
જણસી ખુલ્લામાં ન મુકવા કરી અપીલ, મરચાના પાક માટે શરુ કરાઈ ટોકન સિસ્ટમ
માવઠાના કારણે કેરી પકવતા ખેડૂતો પર છવાયા ચિંતાના વાદળ
માવઠાના કારણે કેરી પકવતા ખેડૂતો પર છવાયા ચિંતાના વાદળ
દારૂની હેરાફેરીનો નવો કીમિયો, 24 લાખના મુદ્દામાલ સાથે 6 શખ્સને ઝડપાયા
દારૂની હેરાફેરીનો નવો કીમિયો, 24 લાખના મુદ્દામાલ સાથે 6 શખ્સને ઝડપાયા
લોકસભા ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી માટે ભાજપના કોઈ ખાસ નિયમો નહીં
લોકસભા ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી માટે ભાજપના કોઈ ખાસ નિયમો નહીં
કપરાડા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો
કપરાડા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો
ત્રિશુળ ચોકમાં સર્જ્યો અકસ્માત, એકનું મોત, કાર ચાલક પોલીસ સકંજામાં
ત્રિશુળ ચોકમાં સર્જ્યો અકસ્માત, એકનું મોત, કાર ચાલક પોલીસ સકંજામાં
નવાપુરા પથ્થરમારા કેસમાં વધુ 5 આરોપીની ધરપકડ, કુલ 34 આરોપી સકંજામાં
નવાપુરા પથ્થરમારા કેસમાં વધુ 5 આરોપીની ધરપકડ, કુલ 34 આરોપી સકંજામાં
ડભોઇના કરાલીપુરા ગામમાં મકાનની દિવાલ ધરાશાયી,એક વ્યક્તિનું મોત
ડભોઇના કરાલીપુરા ગામમાં મકાનની દિવાલ ધરાશાયી,એક વ્યક્તિનું મોત
સાબરમતી નદીનું પ્રદૂષણ અટકાવવા AMCનો નિર્ણય
સાબરમતી નદીનું પ્રદૂષણ અટકાવવા AMCનો નિર્ણય
ધોરાજી પંથકમાં છવાયું ગાઢ ધુમ્મસ, ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીંતિ
ધોરાજી પંથકમાં છવાયું ગાઢ ધુમ્મસ, ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીંતિ
g clip-path="url(#clip0_868_265)">