Gir Somnath : સૌરાષ્ટ્રની શાન ગણાતા સાવજનો આખો પરિવાર લટાર પર નીકળ્યો, ઉના હાઇવે પર એકસાથે 10 સિંહ દેખાયા, જુઓ Video

| Edited By: | Updated on: Dec 01, 2025 | 3:06 PM

ગીર-સોમનાથ જિલ્લામાંથી ફરી એક વખત સાવજના અદ્ભુત અને રોમાંચક દ્રશ્યો સામે આવ્યા છે. સામાન્ય રીતે અહીં સિંહોના આંટાફેરા જોવા મળે છે, પરંતુ આ વખતનો નજારો વિશેષ હતો. ગીર ગઢડા-ઉના હાઇવે પર એક સાથે આઠથી દસ જેટલા સિંહોનો આખો પરિવાર રોડ પર લટાર મારતો કેમેરામાં કેદ થયો છે. 

સાવજોને સૌરાષ્ટ્રની શાન ગણવામાં આવે છે. ત્યારે ગીર-સોમનાથ જિલ્લામાંથી ફરી એક વખત સાવજના અદ્ભુત અને રોમાંચક દ્રશ્યો સામે આવ્યા છે. સામાન્ય રીતે અહીં સિંહોના આંટાફેરા જોવા મળે છે, પરંતુ આ વખતનો નજારો વિશેષ હતો. ગીર ગઢડા-ઉના હાઇવે પર એક સાથે આઠથી દસ જેટલા સિંહોનો આખો પરિવાર રોડ પર લટાર મારતો કેમેરામાં કેદ થયો છે.

હાઇવે પર સિંહોની અચાનક એન્ટ્રી થતાં વાહનચાલકો ચોંકી ઉઠ્યા હતા અને વાહનોને તરત જ થંભાવી દીધા. સાવજનો પરિવાર આરામથી રસ્તો પાર કરે ત્યાં સુધી તમામ વાહનચાલકોએ શાંતિથી રાહ જોઈ હતી. આ દ્રશ્યો સ્થાનિક લોકો અને પસાર થતાં પ્રવાસીઓએ પોતાના કેમેરામાં કેદ કરી લીધા હતા.

જંગલના રાજાના આવા નજીકથી દર્શન કોઈપણ માટે રોમાંચક અનુભવ છે. ગીરના આ નજારાએ ફરી સાબિત કર્યું છે કે સૌરાષ્ટ્ર ખરેખર સાવજનું કુદરતી ઘર છે અને અહીંના લોકો સિંહ સાથે સહઅસ્તિત્વનો અનોખો વારસો જાળવી રાખે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો