Gandhinagar Video : ગિફ્ટ સિટીનો રોડ રેસિંગ ટ્રેકમાં ફેરવાયો, રોડ બ્લોક કરી રેસ લગાવતા નબીરાઓનો Video થયો વાયરલ, 4ની અટકાયત

Gandhinagar Video : ગિફ્ટ સિટીનો રોડ રેસિંગ ટ્રેકમાં ફેરવાયો, રોડ બ્લોક કરી રેસ લગાવતા નબીરાઓનો Video થયો વાયરલ, 4ની અટકાયત

| Edited By: | Updated on: Aug 20, 2024 | 7:27 PM

ગાંધીનગરની ગિફ્ટ સિટીનો રોડ રેસિંગ ટ્રેક બન્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. નબીરાઓ દ્વારા ગિફ્ટ સિટી રોડ પર કાર રેસ લગાવવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.

ગાંધીનગરની ગિફ્ટ સિટીનો રોડ રેસિંગ ટ્રેક બન્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. નબીરાઓ દ્વારા ગિફ્ટ સિટી રોડ પર કાર રેસ લગાવવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. એક સાથે રોડ બ્લોક કરી રેસ લગાવતા નબીરાઓનો વીડિયો વાયરલ થયો હતો.ઓવર સ્પીડે ગાડીઓ ચલાવી આતંક મચાવતા નબીરાઓ નજરે પડ્યા હચા.

નબીરાઓ પોતાનો પાવર બતાવવાનો પ્રયાસ કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. રીલ બનાવી અન્યો પર રોફ જમાવવાનો પ્રયાસ થયાની ચર્ચા થઈ રહી છે. નબીરાની રેસનો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ હરકતમાં આવી છે.

આ સમગ્ર ઘટના બાદ ગાંધીનગરના એસપી રવિ તેજાનું મોટું નિવેદન આપ્યુ છે. રેસિંગના વાયરલ વીડિયો ધ્યાનમાં આવ્યાં છે. પોલીસની એક ટીમ આ લોકોને શોધવાના કામ કરી રહી છે. 3 થી 4 કલાકમાં આ લોકોને શોધીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જો કે ગાંધીનગરના ગિફ્ટ સીટી ખાતે રિલ્સ બનાવનારા 4 યુવાનોની પોલીસે અટકાયત કરી છે.

Published on: Aug 20, 2024 05:10 PM