GAPM 2026માં પ્રેસિડેન્ટનો ‘મોટો ખુલાસો’! સુપ્રીમ કોર્ટના આદેશ છતાંય રાજ્યમાં 12 હજાર ગેરકાયદે લેબ ધમધમી રહી છે – જુઓ Video

GAPM 2026માં પ્રેસિડેન્ટનો ‘મોટો ખુલાસો’! સુપ્રીમ કોર્ટના આદેશ છતાંય રાજ્યમાં 12 હજાર ગેરકાયદે લેબ ધમધમી રહી છે – જુઓ Video

| Edited By: | Updated on: Jan 10, 2026 | 8:33 PM

ગુજરાત એસોસિએશન ઓફ પેથોલોજીસ્ટ એન્ડ માઇક્રોબાયોલોજીસ્ટ દ્વારા યોજવામાં આવેલી આ કોન્ફરન્સમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. GAPM પ્રેસિડેન્ટનો દાવો છે કે, રાજ્યમાં 01 ની સામે 10 ગેરકાયદે પેથોલોજી લેબ ધમધમી રહી છે.

અમદાવાદમાં GAPM 2026ની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આરોગ્ય ક્ષેત્રમાં AI ટેકનોલોજીના વધતા ઉપયોગ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. કોન્ફરન્સ દરમિયાન અદ્યતન ટેકનોલોજી અંગે માહિતીનું અદાન-પ્રદાન કરવામાં આવ્યું અને આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા થઈ.

આ દરમિયાન GAPM 2026ની કોન્ફરન્સમાં GAPM ના પ્રેસિડેન્ટે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે, રાજ્યમાં અંદાજે 12 હજાર ગેરકાયદે પેથોલોજી લેબ ધમધમતી હોવાનો આક્ષેપ છે અને 01 કાયદેસર લેબ સામે 10 ગેરકાયદે લેબ ચાલી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

તેમણે આરોપ લગાવ્યો કે, આ કારણે દર્દીઓના આરોગ્ય સાથે ગંભીર રીતે ચેડાં થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ આરોગ્ય વિભાગ નિષ્ક્રિય હોવાનું જણાવતાં સરકાર પાસે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની કડક અમલવારી કરવાની માગ ઉઠાવવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Published on: Jan 10, 2026 08:32 PM