Mahisagar : બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, એરંડાની આડમાં ગાંજાનું વાવેતર કરનાર આરોપીની કરી ધરપકડ

Mahisagar : બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, એરંડાની આડમાં ગાંજાનું વાવેતર કરનાર આરોપીની કરી ધરપકડ

| Edited By: | Updated on: Dec 12, 2025 | 1:23 PM

ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા નશાનો વેપલો કરનારાઓ અવનવા કિમીયા શોધી કાઢતા હોય છે. ત્યારે મહીસાગરના બાલાસિનોરમાં 2.37 કરોડનો ગાંજો ઝડપાયો છે. બાલાસિનોરમાં રત્નજીના મુવાડા ગામે એરંડાની આડમાં ગાંજાની ખેતી કરતા હોવાનું ઝડપી પાડવામાં આવ્યું છે.

ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા નશાનો વેપલો કરનારાઓ અવનવા કિમીયા શોધી કાઢતા હોય છે. ત્યારે મહીસાગરના બાલાસિનોરમાં 2.37 કરોડનો ગાંજો ઝડપાયો છે. બાલાસિનોરમાં રત્નજીના મુવાડા ગામે એરંડાની આડમાં ગાંજાની ખેતી કરતા હોવાનું ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસના દરોડા દરમિયાન ગાંજાના 258 છોડ મળી આવ્યા હતા. 2 કરોડ 37 લાખની કિંમકનો 473 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. જો કે પોલીસે બાતમીના આધારે ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું. આ ઉપરાંત ગાંજાનું વાવેતર કરનારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

એરંડાની આડમાં ગાંજાનું વાવેતર

ઉલ્લેખનીય છે કે પોલીસે બાતમીના આધારે બાલાસિનોરના રત્નજીના મુવાડા ગામે દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસે એરંડાની આડમાં ગાંજો ઉગાડવામાં આવતો હોવાનો પર્દાફાશ કર્યો હતો. જ્યાં દરોડામાં પોલીસે 258 છોડ મળી આવ્યા હતા. 2 કરોડ 37 લાખની કિંમતનો 473 કિલો ગાંજો જપ્ત કર્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો