Gandhinagar Video : બનાવટી સરકારી દસ્તાવેજ પકડાયાનો મામલો, પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ, 21થી વધારે નિમણૂકપત્રો મળતા મોટા કૌભાંડની આશંકા
ગાંધીનગરમાંથી બનાવટી સરકારી દસ્તાવેજ પકડાયાનો મામલોમાં પોલીસે વધુ એક આરોપી ની ધરપકડ કરી છે. આ દસ્તાવેજ બનાવનાર પ્રકાશ બાદ તેના એજન્ટ જયમની પટેલની ધરપકડ કરવામાં આવી છે.
Gandhinagar : ગાંધીનગરમાંથી બનાવટી સરકારી દસ્તાવેજ પકડાયાનો મામલોમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ દસ્તાવેજ બનાવનાર પ્રકાશ બાદ તેના એજન્ટ જયમ પટેલની ધરપકડ કરવામાં આવી છે. કુલ 21 બનાવટી દસ્તાવેજ અને નિમણૂક પત્રો મળતા મોટા કૌભાંડની આશંકા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Gandhinagar Video: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે, વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં રહેશે હાજર3
પ્રકાશના ઘરેથી મોટા પાયે સર્વિસ બુક અને નિમણૂકપત્રો મળ્યા હતા. ફોરેસ્ટ, પોલીસ વિભાગના અને પ્રવાસન નિગમના નિમણૂકપત્રો મળ્યા હતા. ગાંધીનગર SP કચેરીના પણ કેટલાક દસ્તાવેજો આરોપીઓના ઘરેથી મળી આવ્યા હતા. પ્રકાશ દોઢ વર્ષ પહેલાં સ્વર્ણિમ સંકુલમાં રોજમદાર તરીકે નોકરી કરતો હતો. બંને આરોપીઓ સામે ભૂતકાળમાં ચેક બાઉન્સના કેસ થયેલા છે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો