Gandhinagar Video : વરસાદ ખેંચાવા મુદ્દે પ્રધાન ઋષિકેશ પટેલે આપ્યુ નિવેદન, કહ્યુ-પાણીની કોઈ સમસ્યા નહીં, સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે

|

Aug 24, 2023 | 9:29 AM

રાજ્યમાં અત્યાર સુધી પડેલા વરસાદની વાત કરીએ તો કચ્છમાં સૌથી વધુ સરેરાશ 136 ટકા વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં 110 ટકા પડ્યો. દક્ષિણ ગુજરાતમાં 72 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાત સરેરાશ 67 ટકા વરસાદ પડ્યો છે. તો બીજી તરફ દાહોદ જિલ્લમાં સૌથી ઓછો 50 ટકા વરસાદ નોંધાયો છે.

Gandhinagar : વરસાદે (Rain) રીતસરની હાથતાળી આપી દીધી હોય તેમ ઓગસ્ટ મહિનામાં નહિવત વરસાદ રહ્યો છે. છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાયો છે. જેને લઈને ખેડૂતોમાં (Farmers) ચિંતાનો માહોલ છે. ત્યારે વરસાદ ખેંચાવા મુદ્દે પ્રધાન ઋષિકેશ પટેલે પાણીની કોઈ સમસ્યા ન હોવાનું જણાવ્યું. ઋષિકેશ પટેલે (Rushikesh Patel) નિવેદન આપતા કહ્યું, વરસાદ પડવામાં એક મહિના જેટલો અંતરાલ પડ્યો છે. વરસાદ ખેંચાતા વિજળીની માગણી વધી છે. હાલ પીવાના પાણીની કોઈ સમસ્યા નથી.સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે અને પાણીની જરૂર છે ત્યાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો-  Gujarat Weather Forecast: આજે ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની સંભાવના, જુઓ Video

રાજ્યમાં અત્યાર સુધી પડેલા વરસાદની વાત કરીએ તો કચ્છમાં સૌથી વધુ સરેરાશ 136 ટકા વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં 110 ટકા પડ્યો. દક્ષિણ ગુજરાતમાં 72 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાત સરેરાશ 67 ટકા વરસાદ પડ્યો છે. તો બીજી તરફ દાહોદ જિલ્લમાં સૌથી ઓછો 50 ટકા વરસાદ નોંધાયો છે. નર્મદા જિલ્લમાં 54 ટકા વરસાદ પડ્યો છે. ગાંધીનગર જિલ્લામાં 55 ટકા વરસાદ નોંધાયો છે. તો વડોદરા જિલ્લામાં 57 ટકા વરસાદ પડ્યો છે. તો અરવલ્લીમાં 58 ટકા વરસાદ નોંધાયો છે.

તો બીજી તરફ રાહતની વાત છે કે રાજ્યનાં જળાશયો પાણીથી ભરપૂર છે. સૌરાષ્ટ્રનાં જળાશયો 84 ટકા ભરાયેલા છે. સરદાર સરોવરમાં 78 ટકા પાણીનો સંગ્રહ છે. દક્ષિણ ગુજરાતનાં જળાશયોમાં 76 ટકા ભરાયેલા છે. ઉત્તર ગુજરાત જળાશયોમાં 74 ટકા પાણીનો સંગ્રહ છે. જ્યારે કચ્છના જળાશયોમાં 64 ટકા પાણીનો સંગ્રહ છે. તો મધ્ય ગુજરાતના જળાશયોમાં 49 ટકા પાણીનો સંગ્રહ છે. હાલ રાજ્યનાં જળાશયોની સ્થિતિની વાત કરીએ તો 94 જળાશયોમાં 90 ટકા પાણીનો સંગ્રહ થયેલો છે. 28 જળાશયોમાં 80થી 90 ટકા પાણીનો સંગ્રહ છે. જ્યારે 10 જળાશયોમાં 70થી 80 ટકા પાણીથી ભરાયેલા છે. તો 74 જળાશયોમાં 70 ટકાથી ઓછું પાણી સંગ્રહ થયેલ છે.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video