ગાંધીનગર : કોરોનાની ગંભીર સ્થિતિ મુદ્દે પ્રભારી મંત્રીએ યોજી સમીક્ષા બેઠક, ત્રીજી લહેર સામે લડવા તંત્ર સજ્જ : હર્ષ સંઘવી

| Edited By: | Updated on: Jan 10, 2022 | 1:54 PM

ગાંધીનગર કોરોના સમીક્ષા મુદ્દે ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે "રાજયમાં કોરોના કેસો વધી રહ્યા છે જેને ધ્યાનમાં રાખી વાયબ્રન્ટ ગુજરાત રદ કરાયુ છે. રાજ્ય સરકારે અતિમહત્વનો પ્રોગ્રામ લોકોના હિતમાં રદ કર્યો છે. આ સાથે કોરોના મામલે તકેદારીના ભાગરૂપે પ્રભારી મંત્રીઓને સૂચના આપવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું છે."

ગાંધીનગરમાં (Gandhinagar) કોરોનાની (Corona) વકરતી જતી સ્થિતિને ધ્યાનમાં લઇને ગાંધીનગરના પ્રભારી મંત્રી (Harsh Sanghvi) હર્ષ સંઘવી દ્વારા એક સમીક્ષા બેઠક (Review meeting) યોજાઇ હતી. આ બેઠકમાં ગાંધીનગર કલેક્ટર, ડીડીઓ, જીએમસી કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા.

ગાંધીનગર કોરોના સમીક્ષા મુદ્દે ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે “રાજયમાં કોરોના કેસો વધી રહ્યા છે જેને ધ્યાનમાં રાખી વાયબ્રન્ટ ગુજરાત રદ કરાયુ છે. રાજ્ય સરકારે અતિમહત્વનો પ્રોગ્રામ લોકોના હિતમાં રદ કર્યો છે. આ સાથે કોરોના મામલે તકેદારીના ભાગરૂપે પ્રભારી મંત્રીઓને સૂચના આપવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું છે.”

આ સાથે મંત્રીએ ગાંધીનગર શહેર જિલ્લાની કોરોનાની સ્થિતિ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. સંઘવીએ પત્રકારોને જણાવ્યું કે “કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા જ બીજી લહેર વખતે ખૂબ મોટી વ્યવસ્થા ઉભી કરાઈ હતી અને ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના હોસ્પિટલમાં તમામ વ્યવસ્થાઓ ઉભી કરાઈ હતી. સાથે જ જનરેટર ઓક્સિજન પ્લાન્ટ સહિત તમામ સુવિદ્યા ઉભી કરાઈ હતી. 700 થી વધુ ઓક્સિનજન કોન્સન્ટ્રેટર છે.”

મંત્રીએ વધુમાં જણાવ્યું કે “બીજા જિલ્લાની સરખામણીમાં ટ્રેસિંગ સિસ્ટમ સારી છે. આ બેઠકમાં ધનવંતરી રથ, માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયની તમામ હેલ્થ ફેસિલિટીની ચિંતા કરાઈ છે. આવનાર દિવસોમાં આ સ્થિતિ લડવા માટે તૈયાર છે.” અમારા સર્વોચ્ચ નેતા વાયબ્રન્ટ ગુજરાત માટે આવવાના હતા, લોકોને ધ્યાનમાં રાખી કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હોવાનું મંત્રીએ ઉમેર્યું હતું.

આ પણ વાંચો : Amreli: ડ્રોનની મદદથી દારુની ભઠ્ઠીઓ પર તવાઇ, અત્યાર સુધીમાં 65 કેસ નોંધ્યા

આ પણ વાંચો : GODHARA: પંચમહાલમાં ફરી વાઘ આવ્યો હોવાના ફોટા ફરતા થયાઃ જાણો શું કહે છે વનતંત્ર