Amreli: ડ્રોનની મદદથી દારુની ભઠ્ઠીઓ પર તવાઇ, અત્યાર સુધીમાં 65 કેસ નોંધ્યા

અમરેલીના અંતરિયાળ વિસ્તારોમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ મોટાપાયે ચાલી રહી છે. આવા વિસ્તારોમાં ઝાડી ઝાંખડાઓની વચ્ચે નદી કિનારે ચાલતી ભઠ્ઠીઓ મળી આવવી મુશ્કેલ હોય છે. જેથી પોલીસે ડ્રોનની મદદ લેવાનું શરુ કર્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 1:40 PM

ગુજરાતમાં દારુ બંધી હોવા છતા વારંવાર દારુ(liquor)નો જથ્થો પકડાતો રહે છે. પોલીસથી બચવા બુટેગરો નવી નવી પદ્ધતિઓ અપનાવતા હોય છે, પણ હવે શેરને માથે સવા શેર થવા અમરેલી પોલીસે (Amreli police) પણ નવી ટેક્નોલોજી અપનાવી છે. અમરેલીમાં દારુની ભઠ્ઠીઓ પકડવા પોલીસ ડ્રોન (Drone)નો ઉપયોગ કરી રહી છે.

ડ્રોનની મદદથી ઝડપી પાડી દારુની ભઠ્ઠીઓ

અમરેલીમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓને પકડી પાડવા માટે પોલીસે આધુનિક ટેક્નોલોજીની મદદ લીધી છે. પોલીસે દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ ઝડપી પાડવા માટે હવે ડ્રોનનો ઉપયોગ કરી રહી છે. ડ્રોનની મદદથી જ દારુની ભઠ્ઠીઓ પર તવાઇ બોલાવવાનું શરુ કર્યુ છે. પોલીસને ડ્રોનની મદદથી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડવામાં સફળતા પણ પ્રાપ્ત થઇ છે.

પ્રોહિબીશનના 65 કેસ

પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓ ડ્રોનનો ઉપયોગ કરીને ઝડપી લીધી છે. અત્યાર સુધીમાં અમરેલી પોલીસે ડ્રોન દ્વારા પ્રોહિબીશનના 65 કેસો ઝડપી પાડ્યા છે. જેમાં ભઠ્ઠીના 9, દેશી દારૂ કબ્‍જાના 23 તથા કેફી પીણુ પીવા અંગેના 33 કેસો કરવામાં આવ્યા છે.

મહત્વનું છે કે અમરેલીના અંતરિયાળ વિસ્તારોમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ મોટાપાયે ચાલી રહી છે. આવા વિસ્તારોમાં ઝાડી ઝાંખડાઓની વચ્ચે નદી કિનારે ચાલતી ભઠ્ઠીઓ મળી આવવી મુશ્કેલ હોય છે. જેથી પોલીસે ડ્રોનની મદદથી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડવાનું ઓપરેશન શરુ કર્યુ હતુ. જેમા અમરેલી પોલીસ સફળ રહી છે.

આ પણ વાંચોઃ

માતાને દોરડાથી બાંધીને દીકરી સાથે આચર્યું સામૂહિક દુષ્કર્મ, પોલીસે FIR ન નોંધતા કોર્ટે કરવો પડ્યો આદેશ, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચોઃ

Surat: કોરોનાકાળમાં ફરી વધ્યું યોગાનું ચલણ, શારીરિક અને માનસિક શાંતિ માટે લોકો જોડાવા લાગ્યા યોગા ક્લાસીસમાં

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">