ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક કેસમાં યુવરાજ સિંહનું સરકારને અલ્ટીમેટમ, કર્યા ચોંકાવનારા આક્ષેપો!

ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક કેસમાં યુવરાજ સિંહનું સરકારને અલ્ટીમેટમ, કર્યા ચોંકાવનારા આક્ષેપો!

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 7:27 PM

Gandhinagar: ગૌણ સેવા પસંદગી બોર્ડના પેપર લીક મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. અને પેપર લીકની માહિતી આપી હોવાની વાત કરી છે.

ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક (Head Clerk Paper Leak) કેસમાં વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે રાજ્ય સરકારને કાર્યવાહી કરવા અલ્ટીમેટમ આપ્યું છે. યુવરાજ સિંહે કહ્યું કે ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસે આવતીકાલે પુરાવા આપીશું. વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ શંકાના દાયરામાં હોવાનો આરોપ લગાવી હટાવવાની માગણી કરી છે. યુવરાજ સિંહે પેપર લીક કેસની તપાસ માટે SITની રચના કરવાની પણ માગણી કરી છે.

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે પુરાવાની સોફ્ટ અને હાર્ડકોપી આપી છે. યુવરાજસિંહે પેપર લીકમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓેને જે 4 ગાડીમાં બોલાવાયા તેના નંબર પણ રીલિઝ કર્યા છે. યુવરાજ સિંહે કહ્યું કે તેમણે કે. આર. પરમાર સાહેબને પુરાવા વોટ્સએપ કર્યા હતા. જે અંગેની એક ઓડિયો ફાઈલ પણ રિલીઝ કરવામાં આવ્યો હોવાની માહિતી છે. આ પેપર લીક કૌભાંડ હિંમતનગરના ઉંછા ગામમાંથી સામે આવ્યું છે.

તો યુવરાજ સિંહે આસિત વોરાને તપાસમાંથી દુર કરવા માટેની પણ માગ કરી છે. અને આ બાબતે નિષ્પક્ષ તપાસ કરવા માટે માગ કરી છે. તો યુવરાજ સિંહે એમ પણ કહ્યું કે માનહાનિનો દાવો થશે તો પણ સ્પષ્ટતા કરવા તે કટિબદ્ધ છે. તેમજ તેમણે એમ પણ કહ્યું કે અમે હર્ષ સંઘવીને અપીલ કરીએ છીએ કે તેઓ આ મુદ્દે દખલ કરે.

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પર વિશ્વાસ વ્યક્ત કર્યો. યુવરાજ સિંહે 72 કલાકમાં હર્ષ સંઘવી સાથે બેઠક કરવાની ઈચ્છા વ્યક્ત કરી. જો 72 કલાકમાં બેઠક નહીં થાય તો યુવરાજ સિંહે વિદ્યાર્થી, વાલી, શૈક્ષણિક, સામાજીક સંગઠનોને સાથે રાખી ગાંધીનગરમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

 

આ પણ વાંચો: Ahmedabad: હેડ કલાર્ક પરીક્ષા પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓમાં ભારે રોષ, સરકાર પર લગાવ્યા આ આક્ષેપો

આ પણ વાંચો: કચ્છ : હવામાન વિભાગની 2 દિવસ ભારે ઠંડીની આગાહી વચ્ચે નલિયામાં 4.6 ડીગ્રી તાપમાન નોંધાયુ

g clip-path="url(#clip0_868_265)">