Gandhinagar News : રાજ્યસભાની ચૂંટણી માટે એસ જયશંકર આજે નોંધાવશે ઉમેદવારી, કોંગ્રેસ દાવેદારી જ નહીં કરે, જૂઓ Video

|

Jul 10, 2023 | 10:07 AM

ગઇકાલ રાત્રે વિદેશ પ્રધાન એસ. જયશંકર (S Jaishankar ) અમદાવાદ પહોંચ્યા હતા. ત્યારે આજે તેઓ બપોરે 12.39 કલાકે ના વિજય મુહૂર્તમાં ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવશે. ગુજરાતની રાજ્યસભાની 3 બેઠકોમાંથી પ્રથમ બેઠક માટે આજે ફોર્મ ભરાશે.

Gandhinagar  : આગામી 24 જુલાઇના રોજ ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠક માટે ચૂંટણી (RajyaSabha Elections ) યોજાવાની છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણી માટે એસ.જયશંકર આજે ઉમેદવારી નોંધાવશે. ગઇકાલ રાત્રે વિદેશ પ્રધાન એસ. જયશંકર (S Jaishankar ) અમદાવાદ પહોંચ્યા હતા. ત્યારે આજે તેઓ બપોરે 12.39 કલાકે ના વિજય મુહૂર્તમાં ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવશે. ગુજરાતની રાજ્યસભાની 3 બેઠકોમાંથી પ્રથમ બેઠક માટે આજે ફોર્મ ભરાશે. ફોર્મ ભરતા પહેલા એસ.જયશંકર ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે મુલાકાત કરશે. એસ. જયશંકર જ્યારે ફોર્મ ભરશે ત્યારે તેમના ફોર્મ ભરતી વખતે CM ભૂપેન્દ્ર પટેલ, સી આર પાટીલ સહિત 10 ટેકેદારો હાજરી આપશે.

આ પણ વાંચો-Gujarat Video: ગોંડલમાં ભારે વરસાદ દરમિયાન દીવાલ ધરાશાયી થઈ, કાટમાળ નિચે કાર દબાઈ ગઈ!

પહેલી વાર એવુ થયુ છે કે ભાજપને ડાયરેક્ટ મેન્ડેટ આપવામાં આવ્યુ છે. ગઇકાલે મોડી રાત સુધીમાં લીગલ ટીમ દ્વારા જે ડોક્યુમેન્ટ કમ્પલીટ કરવાના હતા તે કમ્પીટ કરી દેવામાં આવ્યા છે. આજે 12.39 કલાકના વિજય મુહૂર્તમાં એસ જયશંકર ફોર્મ ભરવાના છે. ફોર્મ ભરીને તરત તેઓ ગુજરાતથી રવાના થવાના છે. આગામી સતત ત્રણ દિવસ વિદેશ પ્રવાસ હોવાથી તે ફોર્મ ભરી તરત રવાના થશે. જો કે ભાજપમાં બે બેઠકને લઇને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. છ વર્ષની ટર્મ છે અને 2024ની લોકસભા ચૂંટણી પણ નજીક આવી રહી છે. ત્યારે આ ચૂંટણી મહત્વની બની રહેશે.

તો બીજી તરફ માહિતી મળી છે કે કોંગ્રેસ પોતાની દાવેદારી નહીં કરે. કોંગ્રેસ દ્વારા અપાયેલી માહિતી અનુસાર રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાની દાવેદારી નહીં કરે. તો કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યુ હતુ કે, આ અંગે કોઇ નિર્ણય થયો નથી, પરંતુ પાર્ટીના મોવડીમંડળ સાથે ચર્ચા થયા બાદ આ અંગે સ્પષ્ટતા કરી શકાશે.તો બીજી તરફ પ્રદેશ પ્રમુખ શક્તિ સિંહ ગોહિલે આ અંગે સત્તાવાર માહિતી આપીને આ બાબત જાહેર કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Published On - 9:18 am, Mon, 10 July 23

Next Video