Gujarat Video: ગોંડલમાં ભારે વરસાદ દરમિયાન દીવાલ ધરાશાયી થઈ, કાટમાળ નિચે કાર દબાઈ ગઈ!

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2023 | 8:37 AM

Rajkot: રાજકોટના ગોંડલ અને આસપાસના પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદ દરમિયાન ગોંડલમાં દીવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી.

 

રાજકોટ જિલ્લામાં પણ વરસાદનો જોર રહ્યુ છે. વિસ્તારમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટના ગોંડલ અને આસપાસના પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. રવિવારે ધોધમાર વરસાદને પગલે ગોંડલના અંડર પાસમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. ભારે વરસાદ દરમિયાન ગોંડલમાં દીવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. રામ હોસ્પિટલ વિસ્તારમાં દિવાલ એક કાર પર ધરાશાયી થઈ હતી. જેને લઈ કારને નુક્શાન થયુ હતુ. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.

ગોંડલમાં ભારે વરસાદા વરસ્યો હતો. ઉમવાડા અંડરબ્રિઝમાં પણ કેડ સમા પાણી ભરાઈ જવા પામ્યા હતા. અંડરપાસમાં પાણી ભરાઈ જવાને લઈ રવિવારે એસટી બસ અને ખાનગી બસ પાણીમાં ફસાઈ જવા પામી હતી. બંને બસ ફસાઈ જતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના બાદ તુરત સ્થળ પર પહોંચી હતી અને મુસાફરોને સલામત રીતે બહાર નિકાળવામાં આવ્યા હતા.

 

આ પણ વાંચોઃ  Praful Patel: એક નહીં બે પ્રફુલ પટેલ રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં, શુ તમે જાણો છો બંને દિગ્ગજ ગુજરાતીઓનુ હિંમતનગર ક્નેક્શન !

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 10, 2023 08:35 AM
g clip-path="url(#clip0_868_265)">