Gandhinagar Video: બોગસ લાયસન્સના કૌભાંડ બાદ RTOની કાર્યવાહી, છેલ્લા 8 માસમાં 711 લાયસન્સ સસ્પેન્ડ કરાયા

|

Aug 26, 2023 | 11:18 AM

ગત 2022ના વર્ષમાં ફક્ત 102 જેટલા લાયસન્સને રદ કરાયા હતા. જ્યારે આ વર્ષમાં 711 લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે. બોગસ લાયસન્સનું કૌભાંડ બહાર આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી છે.

Gandhinagar : પાટનગર ગાંધીનગરમાં RTO (Gandhinagar RTO) કચેરીનું મસમોટુ કૌભાંડ (Scam) સામે આવ્યુ હતુ. ખુદ RTO ઈન્સપેક્ટરની પોસ્ટ પર ફરજ બજાવી રહેલા 2 અધિકારી દ્વારા આચરવામાં આવ્યુ હોવાનું સામે આવ્યુ હતુ. ગાંધીનગર RTO એ એકસામટા 2 હજારથી વધુ બોગસ લાયસન્સ બનાવી દીધા, જેમાં 484 અરજી તદ્દન ખોટી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ત્યારે બોગસ લાયસન્સના કૌભાંડ બાદ RTOએ કાર્યવાહી કરી છે.RTO કચેરીમાં છેલ્લા 8 માસમાં 711 લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે.

આ પણ વાંચો-Mehsana: વિજાપુરના રામપુરા કોટડી ગામે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, સગા ભત્રીજાએ જ કરી હતી 14 લાખના સોનાની ચોરી

ગત 2022ના વર્ષમાં ફક્ત 102 જેટલા લાયસન્સને રદ કરાયા હતા. જ્યારે આ વર્ષમાં 711 લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે. બોગસ લાયસન્સનું કૌભાંડ બહાર આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર કૌભાંડમાં 700થી વધુ લાયસન્સના ડેટા ક્રાઈમ બ્રાન્ચને સોપાયા છે. તો ઓવરસ્પીડ, અકસ્માત સહિતની ઘટનાઓમાં પણ લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video