ગાંધીનગરઃ વકીલોને કોર્ટમાં પ્રવેશ ન આપતા વિરોધ, ઓનલાઇન કામગીરી માટે કોર્ટમાં આવવા દેવા રજૂઆત
ગાંધીનગર બાર એસોસિએશન દ્વારા ડિસ્ટ્રીક જજને આવેદન પત્ર આપી રજૂઆત કરી છે. વકીલોનું કહેવું છે કે કોરોનામાં જૂનિયર વકીલોની હાલત કફોડી થઇ છે. ઓનલાઇન કામગીરી માટે કોર્ટમાં ટેબલ પર બેસવા દેવામાં આવે.
ગાંધીનગરમાં (Gandhinagar) કોર્ટ પરિસર બહાર વકીલો (Lawyer) દ્વારા ધરણાં કરી વિરોધ (Protest)કરવામાં આવ્યો. કોરોના (Corona) કેસ વધતા વકીલોને કોર્ટમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. તેથી વકીલોની કામગીરી ખોરવાઇ છે. ત્યારે ગાંધીનગર બાર એસોસિએશન દ્વારા ડિસ્ટ્રીક જજને આવેદન પત્ર આપી રજૂઆત કરી છે. વકીલોનું કહેવું છે કે કોરોનામાં જૂનિયર વકીલોની હાલત કફોડી થઇ છે. ઓનલાઇન કામગીરી માટે કોર્ટમાં ટેબલ પર બેસવા દેવામાં આવે. અને કોરોનાની સરકારી ગાઇડલાઇન સાથે કામગીરી થાય તેવી માગ છે. સાથે જ SOPમાં પણ ફેરફાર કરવાની માંગ વકીલોએ કરી છે.
રાજય સરકાર દ્વારા કોરોના નિયંત્રણો કડક કરવામાં આવ્યો છે. જે અન્વયે સરકારી કચેરી, વેપાર ધંધા સહિતની ફોર્મૂલા સાથે બધાને ફાયદાકારક નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. પરંતુ રાજયમાં એકમાત્ર કોર્ટના દરવાજા જ બંધ કરીને વકીલોને વર્ચ્યુઅલ કામગીરી કરાવવાામાં આવી રહી છે. જેનાં કારણે વકીલ આલમમાં રોષની લાગણી પ્રવર્તે છે. ત્યારે ગાંધીનગર બાર એસો.ના વકીલોએ કોર્ટ ખાતે એકઠા થઈ વિરોધ દર્શાવ્યો હતો. સાથે જ એસઓપી સાથે કોર્ટ કાર્યવાહી ચાલુ રાખવા માગ કરાઇ હતી. વકીલો જણાવ્યું છે કે, કોરોનાના કારણે નિયત મર્યાદા સાથે સરકારી કચેરીઓ ચાલું છે. ધાર્મિક સ્થાનો, લગ્ન સમાંરભ તેમજ રાજકીય કાર્યક્રમો પણ યોજવાની મંજૂરી અપાઇ છે. ત્યારે તેમની જ કામગીરીને હાલ અસર થઇ રહી છે.
આ પણ વાંચો : Surat : માંડવીના આમલી ડેમના પાણીમાં લાપતા 5 મજુરોની શોધખોળ તેજ, 20થી વધુ ટીમો કામે લાગી
આ પણ વાંચો : Surat : લેબોરેટરી અને હોસ્પિટલને સજ્જ રહેવા કલેકટરની તાકીદ, એક મહિના સુધી દવાનો સ્ટોક કરી રાખવા પણ આદેશ