ગાંધીનગર પોલીસે આ રીતે છોડાવ્યા દિલ્હી અને કોલકત્તામાં વિદેશ જવાના બહાને છેતરાયેલા બંધક 15 લોકોને

|

Feb 13, 2022 | 9:40 PM

ગાંધીનગર પોલીસના ડીસીપીએ કહ્યું તેમણે બંધક બનાવી માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. તેમજ તેમને એજન્ટ મારફતે પ્રથમ મુંબઈ લઇ જવાતા હતા અને ત્યાંથી પશ્ચિમ બંગાળ લઇ જવાયા હતા અને તેમને ત્રાસ આપ્યા બાદ તેમના કુટુંબીજનો પાસે ખંડણી માંગવામાં આવતી હતી

વિદેશ(Foreign)  મોકલવાની લાલચેને 3 મહિનાથી દિલ્લી અને કોલકત્તામાં બંધક બનાવેલા 15 લોકોને ગાંધીનગર પોલીસે(Gandhinagar Police)  મુક્ત કરાવ્યા છે. આ અંગે ગાંધીનગર પોલીસના ડીસીપીએ કહ્યું તેમણે બંધક બનાવી માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. તેમજ તેમને એજન્ટ મારફતે પ્રથમ મુંબઈ(Mumbai)  લઇ જવાતા હતા અને ત્યાંથી પશ્ચિમ બંગાળ લઇ જવાયા હતા અને તેમને ત્રાસ આપ્યા બાદ તેમના કુટુંબીજનો પાસે ખંડણી માંગવામાં આવતી હતી અને તે નાણાં ટ્રાન્સફર થયા બાદ તેમને દિલ્હી લઈ જવાયા હતા અને ત્યાં પણ આ જ પ્રકારે ખંડણી માંગવામાં આવતી હતી. જો કે એક કુટુંબના બે સભ્યોને શોધતા ગાંધીનગર પોલીસ સમગ્ર રેકેટ સુધી પહોંચી છે. જેની માટે બે ટીમો બનાવવામાં આવી હતી અને એક ટીમ પશ્ચિમ બંગાળ અને એક ટીમ દિલ્હી ગઇ હતી અને સ્થાનિક પોલીસના સહાયથી આ લોકોને છોડાવવા સફળતા મળી છે.

આરોપીઓએ વિદેશ મોકલવાની લાલચે છેલ્લા 2 મહિનાથી નિર્દોષ લોકોને બંધક બનાવ્યા હતા. અમદાવાદના એજન્ટ રાજેશ પટેલ સહિત 4 આરોપીએ નિર્દોશ લોકોને ગોંધી રાખી કુલ 3 કરોડ 5 લાખ 74 હજાર રૂપિયા પડાવ્યાનો આરોપ છે. છેતરપિંડી કેસમાં રાજેશ પટેલ ઉપરાંત સુશીલ રોય, સંતોષ રોય અને કમલ સિંઘાનિયા નામના શખ્સોની પણ સંડોવણી સામે આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, એજન્ટ રાજેશ પટેલ લોકોને કોલકત્તા અને દિલ્લી મોકલતો હતો. જ્યાં સુશીલ રોય, સંતોષ રોય અને કમલ સિંધનિયા નામના આરોપી લોકોને બંધક બનાવતા અને અમાનુષી અત્યાચાર ગુજરાતા હતા.

દાવો છે કે, બંધક બનાવેલા લોકો પર અમાનવિય ત્રાસ ગુજારાતો હતો. બંધક બનાવાયેલા લોકો પાસેથી કેનેડા પહોંચી ગયા હોવાનું ખોટું નિવેદન લેવડાવાયું હતું. નિવેદન લેવડાવી ભોગ બનનારાના પરિવાર પાસેથી પણ કુલ 2 કરોડ 31 લાખ રૂપિયાની ખંડણી વસૂલી હોવાનો દાવો છે. હાલ પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો : કચ્છમાં જાણે તસ્કર રાજ ? મંદિર ચોરીની ઘટના પછી મુન્દ્રામાં 6 મકાનના તાળા તોડી લાખોની ચોરી !

આ પણ વાંચો : Rajkot : માસ્કને મરજિયાત કરવા અંગે શું કહ્યું કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ

 

Next Video