ગાંધીનગર : યુક્રેનથી વધુ 137 વિદ્યાર્થીઓ પરત, ગુજરાતના કુલ 750 જેટલા વિદ્યાર્થીઓ પરત ફર્યાઃ જીતુ વાઘાણી

|

Mar 05, 2022 | 4:41 PM

ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય વિદેશી નાગરિકોને યુક્રેન છોડવામાં મદદ કરવા માટે રશિયાએ યુક્રેનના બે શહેરોમાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે. રશિયાનું આ પગલું ખૂબ જ મહત્વપૂર્ણ છે

ગાંધીનગરઃ રશિયા-યુક્રેન (Russia-Ukraine) વચ્ચેના યુદ્ધને કારણે યુક્રેનથી વધુ 137 વિદ્યાર્થી માદરે વતન પરત ફર્યા છે. યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓનું (Student) ગાંધીનગર ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું. શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ ગુજરાતમાં પરત ફરેલા વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. આ સાથે મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી યુક્રેનમાં ફસાયેલા કુલ 750 વિદ્યાર્થીઓ ગુજરાત પરત આવ્યા છે. અને, યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના વાલીઓને ચિંતા ન કરવા જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે. જીતુભાઇ વાઘાણીએ વધુમાં ઉમેર્યું કે યુક્રેનમાં ફસાયેલા આપણા દરેક વિદ્યાર્થીને પરત લાવવામાં આવશે.

રશિયા (Russia) યુક્રેન વચ્ચે યુદ્ધના દસમા દિવસે, રશિયાએ કેટલાક સમય પુરતુ યુદ્ધવિરામ (Ceasefire) જાહેર કર્યુ છે. રશિયાએ જણાવ્યુ છે કે, યુદ્ધને કારણે યુક્રેનમાં (Ukraine) ફસાયેલા ભારતીય સહિતના વિદેશી નાગરિકો સુરક્ષિત રીતે બહાર નિકળી શકે તે માટે તેઓ યુદ્ધવિરામ જાહેર કરી રહ્યાં છે. ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય વિદેશી નાગરિકોને યુક્રેન છોડવામાં મદદ કરવા માટે રશિયાએ યુક્રેનના બે શહેરોમાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે. રશિયાનું આ પગલું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ પછી આ વિસ્તારોમાં ફસાયેલા ભારતીય અને વિદેશી નાગરિકો સુરક્ષિત રીતે બહાર નીકળી શકશે. રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આ યુદ્ધવિરામ આજે ભારતીય સમય અનુસાર 11.30 કલાકથી અમલમાં આવ્યો છે.

 

આ પણ વાંચો : રૂપિયા લઈ PSIની ભરતી પરીક્ષા પાસ કરાવવાનું કૌભાંડ, બનાસકાંઠાના ભરત ચૌધરીની ધરપકડ

આ પણ વાંચો : Mehsana: વડનગર પણ પ્રવાસન સ્થળ તરીકે વિકસશે, સહેલાણીઓ માટે શર્મિષ્ઠા તળાવમાં નૌકાવિહારનો પ્રારંભ

Published On - 3:38 pm, Sat, 5 March 22

Next Video