તલાટી કમ મંત્રીની ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ લંબાવાઈ, છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી

તલાટી કમ મંત્રીની ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ લંબાવાઈ, છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 10:29 PM

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ-3 તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત સેક્રેટરી)ની જગ્યાઓ પર સીધી ભરતી માટે નોટિફિકેશન બહાર પડાયું છે. તેના મુજબ 3,437 જગ્યાઓ ભરવામાં આવશે.

Gandhinagar: તલાટીના (Talati) ફોર્મ (Recruitment form)ભરવામાં પડી રહેલી મુશ્કેલીઓને પગલે મુદત લંબાવવામાં આવી છે. શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ (Brijesh Merja)જાહેરાત કરી છે કે 17 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે જ્યારે ફી ભરવાની મુદત 21 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની ભરતીની જાહેરાત કરાઇ હતી. તલાટી કમ મંત્રીની ફોર્મ ભરવામાં સર્વરમાં મુશ્કેલી પડતી હોવાની રજુઆત બાદ તકલીફ દૂર કરવા બે સર્વર વધારવામાં આવ્યા છતાં તકલીફ યથાવત છે. ત્યારે યુવાનોની રજૂઆતને પગલે મુદત વધારવામાં આવી છે. મહત્વનું છે કે તલાટીના ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 ફેબ્રુઆરી હતી. જે વધારીને 17 ફેબ્રુઆરી કરાઇ છે.

કેટલી જગ્યાઓ પર ભરતી થશે?

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ-3 તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત સેક્રેટરી)ની જગ્યાઓ પર સીધી ભરતી માટે નોટિફિકેશન બહાર પડાયું છે. તેના મુજબ 3,437 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં સામાન્ય ક્વોટાની 1557, EWSની 331, OBC માટે 851, SC ઉમેદવારો માટે 259 તથા ST ઉમેદવારો માટે 439 જગ્યા અનામત રાખવામાં આવી છે. ઉપરાંત દિવ્યાંગ ઉમેદવારો માટે 251 અને પૂર્વ સૈનિકો માટે 330 જગ્યા અનામત છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આપેલી જાહેરાત મુજબ ઉમેદવાર પાસે માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાનું પાસ થયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ.

 

આ પણ વાંચો : પોરબંદરના મધદરિયે ડોલ્ફિનની કરતબો, વાયરલ વીડિયોએ મચાવી ધૂમ

આ પણ વાંચો : માલધારી પછી મહારાષ્ટ્રમાં કાયદાની જાળમાં ફસાયેલા કચ્છના ઊંટો પણ હવે મુકત થયા

g clip-path="url(#clip0_868_265)">