પોરબંદરના મધદરિયે ડોલ્ફિનની કરતબો, વાયરલ વીડિયોએ મચાવી ધૂમ
ડોલ્ફિનની રમતોને જોવા માટે લોકોએ પૈસા ખર્ચ કરવા પડે છે. પરંતુ આવા દ્રશ્યો માછીમારોને મફતમાં જોવા મળ્યું હતું. વીડિયોમાં સમુદ્રમાં ડોલ્ફિનનો એક સમુહ મજાની ડૂબકીઓ મારતો જોવા મળે છે.
પોરબંદરના (Porbandar) દરિયામાં એક સાથે અનેક ડોલ્ફિન (Dolphin)છલાંગો લગાવતી હોવાનો વીડિયો વાયરલ (Video viral)થયો છે. સ્થાનિક માછીમારો દરિયામાં ફિશિંગ કરવા ગયા હતા. ત્યારે આ મનમોહક દ્રશ્યો જોવા મળ્યા હતા. માછીમારો પૈકીના એક માછીમારે ડોલ્ફિનના છલાંગ લગાવતા દ્રશ્યો મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કર્યા હતા. જેનો વીડિયો હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ડોલ્ફિન પાણીમાં શ્વાસ લઈ શકતી નથી. શ્વાસ લેવા તેને પાણીની બહાર આવવું પડે છે. એક સાથે અનેક ડોલ્ફિન કરતબો બતાવતી છલાંગો લગાવતી હોવાનો વીડિયો પોરબંદરના દરિયાનો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
ડોલ્ફિનની રમતોને જોવા માટે લોકોએ પૈસા ખર્ચ કરવા પડે છે. પરંતુ આવા દ્રશ્યો માછીમારોને મફતમાં જોવા મળ્યું હતું. વીડિયોમાં સમુદ્રમાં ડોલ્ફિનનો એક સમુહ મજાની ડૂબકીઓ મારતો જોવા મળે છે. આ વીડિયોએ હાલ સોશિયલ મીડિયામાં ભારે ચકચાર જગાવી છે. અને, લોકો આ વીડિયોને ભારે વાયરલ પણ કરી રહ્યા છે. આ વીડિયો જોઇને લોકો ખુબ જ રોમાંચિત થઇ રહ્યા છે.
આ પણ વાંચો : સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાઃ સુરેન્દ્રનગર પાલિકાને 3.90 કરોડ અને કાલોલ પાલિકાને 2.95 કરોડ ફાળવાયા
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
