નિયમોનો ઉલાળિયો: ગાંધીનગરમાં ઈમરજન્સી એક્ઝિટ વગર શરૂ કરાઈ હોસ્પિટલ – જુઓ Video

નિયમોનો ઉલાળિયો: ગાંધીનગરમાં ઈમરજન્સી એક્ઝિટ વગર શરૂ કરાઈ હોસ્પિટલ – જુઓ Video

| Edited By: | Updated on: Jul 05, 2025 | 4:58 PM

ગાંધીનગરમાં ઈમરજન્સી એક્ઝિટ વગરની નવી હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું છે. નિયમોનું પાલનન થયું હોવા છતાં હોસ્પિટલ શરૂ કરાઈ છે, જેને લઈને હાલમાં ચર્ચા ચાલી રહી છે.

ગાંધીનગરમાં નવી સિંદૂર હોસ્પિટલનું લોકાર્પણ તો કરવામાં આવ્યું છે પરંતુ તેના પર અનેક સવાલો ઊભા થયા છે. વાત એમ છે કે, હોસ્પિટલમાં ઈમરજન્સી એક્ઝિટ જેવી મહત્વપૂર્ણ સુવિધા ન હોવા છતાં પણ તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, હોસ્પિટલમાં રેસ્ટોરન્ટ પણ ચાલી રહ્યું છે. નિયમ મુજબ હોસ્પિટલમાં પહોળી સીડી અને બે દરવાજા રાખવાનો નિયમ છે. આ હોસ્પિટલનું ઉદ્ઘાટન સી.આર. પાટીલના હસ્તે થવાનું હતું પરંતુ તેમના ન આવવાથી ગાંધીનગરના મેયર મીરા પટેલે ઉદ્ઘાટન કર્યું.

મેયર મીરા પટેલે હોસ્પિટલના સંચાલકોનો બચાવ કરતા કહ્યું કે, “ધીરે ધીરે હોસ્પિટલમાં જરૂરી વ્યવસ્થાઓ થઈ જશે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, આરોગ્ય વિભાગે મંજૂરી આપી અને ત્યારબાદમાં મનપાએ મંજૂરી આપી છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 05, 2025 04:53 PM