દેશભરમાં નક્લી પનીરના દરોડા વચ્ચે ગાંધીનગરના ગલુદણમાંથી ઝડપાયુ ભેળસેળયુક્ત નક્લી ઘી- Video

| Edited By: | Updated on: Aug 08, 2026 | 2:07 PM

ગાંધીનગરમાં ભેળસેળયુક્ત ઘી બનાવતી ફેક્ટરી પર ફૂડ વિભાગ, FSL અને પોલીસની સંયુક્ત ટીમે દરોડા પાડી કાર્યવાહી કરી છે. ફેક્ટરીમાંથી ત્રણ અલગ-અલગ બ્રાન્ડના નામે નકલી ઘી અને મોટા પાયે પેકિંગ સામગ્રી જપ્ત કરવામાં આવી છે.

ગાંધીનગરના ગલુદણ વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી બનાવતી ફેક્ટરી પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રેન્જ આઈજી, ફૂડ ટીમ, FSL અને સ્થાનિક પોલીસ દળના સંયુક્ત ઓપરેશનમાં આ ભેળસેળયુક્ત ઘીનું ઉત્પાદન કરતી ફેક્ટરીને ઝડપી પાડવામાં આવી હતી. આ દરોડામાં ફેક્ટરીમાંથી મોટા પાયે નકલી ઘી અને તેની પેકિંગ સામગ્રી જપ્ત કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ફેક્ટરીમાં અલગ-અલગ ત્રણ બ્રાન્ડના નામે નકલી ઘીનું પેકિંગ કરવામાં આવતું હતું. ઉત્પાદકો જાણીતી અને પ્રતિષ્ઠિત બ્રાન્ડેડ કંપનીઓની કોપી કરીને તેમના ડબ્બા અને બોક્સમાં ભેળસેળયુક્ત ઘી પેક કરતા હતા, જેથી ગ્રાહકોને છેતરી શકાય. ફેક્ટરીમાંથી નાના પાઉચથી લઈને મોટા ડબ્બા અને સૌથી મોટા કદના ડબ્બામાં પેક કરવામાં આવેલું ઘી મળી આવ્યું હતું. આખી રાત ચાલેલા સેમ્પલિંગ દરમિયાન, શંકાસ્પદ ઘીના કુલ 11 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે, જેને વધુ તપાસ અર્થે માટે મોકલવામાં આવ્યા છે.

આ દરોડા દરમિયાન ફેક્ટરીની બાજુમાં આવેલી દક્ષિલ ડેરી પ્રોડક્ટ નામની અન્ય એક પેઢી પણ ઝડપાઈ હતી. આ પેઢીમાંથી 2500 કિલો શંકાસ્પદ માવો સીઝ કરવામાં આવ્યો છે. જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા ૩ લાખ જેટલી છે. નફો કમાવાની લ્હાયમાં ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરતી આ પ્રકારની પેઢીઓ પર તહેવારો સમયે જ ફુડ વિભાગ દ્વારા દરોડા કરી સકંજો કસવામાં આવી રહ્યો છે.

Input Credit- Himanshu Patel- Gandhinagar

તમે જે પનીર ખાઈ રહ્યા છો તેમા ડિટર્જન્ટની મિલાવટ તો નથીને ? કેવી રીતે ચેક કરશો- જાણો

Published on: Aug 08, 2026 01:15 PM
Follow Us
Loading...
Unable to load recommendations.