Gandhinagar: રાજયમાં ફિલ્મ શૂટિંગની ઈકોસિસ્ટમ થશે મજબૂત, મુખ્યપ્રધાન સિનેમેટિક પોલિસીની કરશે જાહેરાત

|

Sep 10, 2022 | 12:29 PM

ફિલ્મસ્ટાર અજય દેવગણની હાજરીમાં સિનેમેટિક પોલિસીની જાહેરાત કરવામાં આવશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ  (CM Bhupendra Patel) સિનેમેટિક પોલિસી 2022-27ની જાહેરાત કરશે.

હવે ગુજરાતમાં ફિલ્મ શૂટીંગની  (Film shooting ) ઈકોસિસ્ટમ મજબૂત કરવા માટે સરકાર સિનેમેટિક પોલિસી  (Cinematic Policy) લાવી રહી છે. ત્યારે આજે ફિલ્મસ્ટાર અજય દેવગણની હાજરીમાં સિનેમેટિક પોલિસીની જાહેરાત કરવામાં આવશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ  (CM Bhupendra Patel) સિનેમેટિક પોલિસી 2022-27ની જાહેરાત કરશે. આ પોલિસીથી ફિલ્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ, ફિલ્મ મેકિંગ પ્રોજેક્ટ્સ, બિગ બજેટ મુવીઝ અને મેગા ફિલ્મ ઇવેન્ટ્સને પ્રોત્સાહન મળશે.

ફિલ્મ અભિનેતા અજ્ય દેવગણ રહેશે ઉપસ્થિત

ફિલ્મ અને પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ મુખ્ય હિતધારકો સાથે પરામર્શ કર્યા પછી આ પોલિસી તૈયાર કરવામાં આવી છે. આ પોલિસીનો હેતુ ફિલ્મ શૂટિંગ માટે ઈકોસિસ્ટમને મજબૂત કરવાનો છે. જે રાજ્યમાં ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડક્શન-સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર મૂકે છે. આ ખાસ પ્રસંગે બોલિવૂડના જાણીતા અભિનેતા અજય દેવગણ પણ ઉપસ્થિત રહેશે.

ગુજરાતમાં વિશાળ દરિયાકાંઠાથી માંડીને વિશ્વ વારસા સહિતના સ્થળો છે જેનું ફિલ્મના શૂટિંગ લોકેશનમાં ઉપયોગ કરી શકાય છે અને ટૂરિઝમને પ્રોત્સાહન આપી શકાય છે તેમજ આ પોલિસી હેઠળ ફિલ્મ સ્ટુડિયો તેમજ ફિલ્મ ટ્રેનિંગ ઈન્સ્ટિટયૂટને પણ પ્રોત્સાહન આપી શકાય છે. પોલિસી અંતર્ગત ફિલ્મ મેકર્સને વિવિધ સુવિધાઓ આપવામાં આવશે .

ગુજરાતમાં થયા છે ઘણી બધી ફિલ્મના શૂટિંગ

ગુજરાતમાં અત્યાર સુધીમાં ઘણી બધી ફિલ્મના શૂટિંગ થયા છે તે પૈકી હમ દિલ દે ચૂકે સનમ, પ્રેમ રતન ધન પાયો, ભૂજ, તેમજ તાજેતરના વર્ષના હિટ રહેલી RRR, કાર્તિકેય-2 સહિતની ઘણી ફિલ્મના શૂટિંગ થયા છે. ખાસ કરીને કચ્છના રણ અને અમદાવાદમાં મોટા બાગની ફિલમના શૂટ થયેલા છે.

Next Video