Gandhinagar: ગાંધીનગરની સરકારી પોલીટેકનીક કોલેજના ખસ્તા હાલ, ખંડેર ઓરડા અને જર્જરિત છત,જુઓ Video
વિદ્યાર્થીઓએ અનેક રજૂઆતો કરવા છતાં પણ તેમની વાત કોઈ સાંભળતુ નથી. અનેકવાર આ અંગે ફરિયાદો કરી છે. અહીં નિયમીત રુપે લેક્ચર તો લેવાતા જ નથી, પરંતુ અહીં કોઈ જ સફાઈ પણ કરવામાં આવી રહી નથી. વિદ્યાર્થીઓની મદદ માટે આખરે એનએસયુઆઈ પહોંચ્યુ છે અને પ્રિન્સિપાલને આ મામલે રજૂઆત કરવામાં આવી છે અને આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
દીવા તળે અંધારુ એ કહેવત તો તમે સાંભળી જ હશે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે આ કહેવત ચરિતાર્થ થઈ રહી છે. આ દ્રશ્યો શિક્ષણ વિભાગમા ચાલતા પોલમપોલની ચાડી ખાઈ રહી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે, જર્જરીત છત છે, છતમાં જોખમીં પોપડા છે અને જ્યાં જુઓ ત્યાં સિમેન્ટનો કાટમાળ બની ગયેલા અને ખંડેર બની ગયેલા ઓરડા જોવા મળી રહ્યા છે. આ સ્થિતિ છે ગાંધીનગરની સરકારી પોલીટેકનિક કોલેજની. અહીં પાણીના નળ તો છે પરંતુ નળમાં પાણી નથી અને જ્યાં નળ છે ત્યાં પાણી નથી. અહીં અભ્યાસ કરવો એટલે માથે જોખમ લઈને અભ્યાસ કરવા સમાન છે.
આ પણ વાંચોઃ ઈઝરાયલની મદદથી પ્રાંતિજના ખેડૂતો મેળવી રહ્યા છે મોટો ફાયદો, સુંદર સ્મારક સંબંધોની સુવાસ ફેલાવે છે, જુઓ Photo