Gandhinagar: કલોલ તાલુકા પંચાયતના સભ્યો ગુમ થવા મુદ્દે કોંગ્રેસનું ગુજરાત વિધાનસભા પરિસરમાં વિરોધ પ્રદર્શન, જુઓ Video
કલોલ તાલુકા પંચાયતની (Kalol Taluka Panchayat) આજે ચૂંટણી યોજાય તે પહેલા જ કોંગ્રેસે મોટો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના (Congress) તાલુકા પંચાયતના 3 સભ્યોનું પોલીસે અપહરણ કર્યાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.આ સાથે જ ગુજરાત વિધાનસભા પરિસરમાં કોંગ્રેસે પોસ્ટર અને બેનર સાથે વિરોધ દર્શાવ્યો હતો.સાથે જ કોંગ્રેસે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
Gandhinagar : કલોલ તાલુકા પંચાયતની (Kalol Taluka Panchayat) આજે ચૂંટણી યોજાય તે પહેલા જ કોંગ્રેસે મોટો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના (Congress) તાલુકા પંચાયતના 3 સભ્યોનું પોલીસે અપહરણ કર્યાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. આ સાથે જ ગુજરાત વિધાનસભા પરિસરમાં કોંગ્રેસે પોસ્ટર અને બેનર સાથે વિરોધ દર્શાવ્યો હતો. સાથે જ કોંગ્રેસે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
TV9 ગુજરાતી દ્વારા અમિત ચાવડાને પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે આ લોકશાહીનું અપમાન છે. આજે રાષ્ટ્રપતિની હાજરીમાં લોકશાહીનું હનન થયુ છે. એકતરફ લોકશાહીની વાહવાહી થઇ રહી હતી અને બીજી તરફ લોકશાહીની હત્યા થઇ. તો કેવી રીતે લોકશાહી બચી શકે. અમિત ચાવડાએ કહ્યું કે જ્યાં લોકશાહીનું અપમાન એ રાષ્ટ્રપતિનું અપમાન છે અને લોકશાહીની હત્યા કરવાવાળાઓનું કોંગ્રેસ ક્યારેય સન્માન ન કરી શકે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો