Gandhinagar Breaking News : દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફેક્ટરીમાં ફૂડ વિભાગની તપાસ, જુઓ Video

| Edited By: | Updated on: Oct 03, 2026 | 2:27 PM

ફેક્ટરીમાં ઘી અને પામ ઓઈલની ભેળસેળ કરીને તેને ડબ્બામાં પેક કરવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઉપરાંત, ફેક્ટરીમાં જરૂરી નિયમો અને યોગ્ય ધારાધોરણોનું પાલન ન થતું હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે.

ગાંધીનગરના દહેગામ તાલુકાના કળાદરા ગામમાં આવેલી શ્રી હરિ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની જોગી જલિયાણ ફેક્ટરીમાં શંકાસ્પદ ઘી અને પામ ઓઈલનો જથ્થો મળી આવતા ફૂડ વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે. ફેક્ટરીમાં દૂધની પેદાશો વગર ઘી બનાવવામાં આવતું હોવાના આક્ષેપો વચ્ચે સેન્ટ્રલ અને રાજ્યના ફૂડ વિભાગની ટીમે સઘન તપાસ કરી હતી.

મળતી માહિતી મુજબ, ફેક્ટરીમાં ઘી અને પામ ઓઈલની ભેળસેળ કરીને તેને ડબ્બામાં પેક કરવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઉપરાંત, ફેક્ટરીમાં જરૂરી નિયમો અને યોગ્ય ધારાધોરણોનું પાલન ન થતું હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે.

શંકાસ્પદ ઘી અને પામ ઓઈલના સેમ્પલ લેવાયા

ફેક્ટરી અંગે અગાઉ FDCA, FSSAI, પોલીસ અને મામલતદારને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સંબંધિત વિભાગની ટીમો દ્વારા ફેક્ટરીમાં તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ ઘી અને પામ ઓઈલના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા થઈ શકે છે.

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે આક્ષેપો કર્યા

આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે ફેક્ટરી અંગે તંત્રને જાણ કરી હોવાનું સામે આવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ભૂતકાળમાં પણ આ પ્રકારની ભેળસેળ કરતી ફેક્ટરીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, તેમ છતાં ફરીથી આવી ફેક્ટરીઓ ધમધમતી જોવા મળી રહી છે.

લેબ રિપોર્ટની રાહ જોવાઈ રહી

યુવરાજ સિંહે વધુમાં તંત્રના વિવિધ વિભાગો અને ફેક્ટરી સંચાલકો વચ્ચે સાંઠગાંઠ હોવાનો પણ આક્ષેપ કર્યો છે. જોકે, આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી. હાલ ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા સેમ્પલના લેબ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

સામાન્ય ઘરમાંથી… સીધા કોર્પોરેશનની ચૂંટણીના મેદાનમાં, ગાંધીનગરના વોર્ડ-6માં ભાજપના ઉમેદવારની અનોખી કહાની, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
Loading...
Unable to load recommendations.