Gujarat Election 2022:   વિવિધ મત બેંક અંકે કરવા ભાજપ કરશે ઉનાઈ થી અંબાજીની યાત્રા

Gujarat Election 2022: વિવિધ મત બેંક અંકે કરવા ભાજપ કરશે ઉનાઈ થી અંબાજીની યાત્રા

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2022 | 3:59 PM

ચૂંટણીમાં અનુસૂચિત જાતિના વોટબેંક અંકે કરવા ભાજપ હવે પંચતીર્થ યાત્રા કરશે. આગામી સપ્તાહે પંચતીર્થ યાત્રાનો વડોદરાથી પ્રારંભ થશે. અનુસૂચિત જાતિ પ્રભાવિત 92 બેઠકોમાં 3000 કિમીની આ યાત્રા ફરશે અને તમામ બેઠકો પર દલિત સંમેલન, સભા તથા રોડ શૉ યોજાશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Elections) લઈ ભાજપનો અનુસૂચિત જાતિ મોરચો એક્શનમાં આવ્યો છે.  ચૂંટણીમાં અનુસૂચિત જાતિના વોટબેંક અંકે કરવા ભાજપ હવે પંચતીર્થ યાત્રા કરશે. આગામી સપ્તાહે પંચતીર્થ યાત્રાનો વડોદરાથી પ્રારંભ થશે. અનુસૂચિત જાતિ પ્રભાવિત 92 બેઠકોમાં 3000 કિમીની આ યાત્રા ફરશે અને તમામ બેઠકો પર દલિત સંમેલન, સભા તથા રોડ શૉ યોજાશે. આ યાત્રાની વિગતો અંગે શંભુ પ્રસાદ ટુંડિયાએ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે તમામ બેઠકો પર દલિત સંમેલન સભા તથા રોડ શો કરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મહતમ બેઠકો હાંસલ કરવા ભાજપ 5 યાત્રા (Yatra)  કરશે. જેમાં તમામ 182 બેઠકો સામેલ થઈ જાય તે પ્રમાણે આ પ્રચાર કેમ્પેઈન કરવામાં આવશે.

વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત બાદ આ યાત્રા થશે

વિધાનસભા ચૂંટણીમાં સત્તાના શિખરો પાર કરવા ભાજપ 5 યાત્રા કરશે. જેમાં તમામ 182 બેઠકો સામેલ થઈ જાય તે પ્રમાણે આ પ્રચાર કેમ્પેઈન કરવામાં આવશે. જેમાં સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાતના 2-2 યાત્રા થશે, જ્યારે ઉત્તર ગુજરાતમાં એક યાત્રા યોજાશે. રાષ્ટ્રીય નેતૃત્વ હેઠળ થનારી આ યાત્રામાં પ્રદેશ ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો (Amit Shah) સમય માંગ્યો છે. સુત્રોનુ માનીએ તો વડાપ્રધાનની ગુજરાત મુલાકાત (PM Modi Gujarat Visit) બાદ આ યાત્રા થશે. યાત્રાના રૂટ પર નજર કરીએ તો ઉનાઈથી અંબાજી, ઉનાઈથી ફાગવેલ, ઝાંજરકાથી સોમનાથ, દ્વારકાથી પોરબંદર, બહુચરાજીથી માતાનો મઢ રહેશે.

અમિત શાહના હાથમાં ગુજરાતની કમાન !

ચૂંટણીને પગલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Union Home Minister Amit Shah ) ગુજરાતની કમાન પોતાના હાથમાં લીધી છે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વિધાનસભા ચૂંટણીને લઇને અનેક ઉચ્ચસ્તરીય બેઠકો યોજી ચૂંટણીલક્ષી રાજકીય રોડમેપ નક્કી કર્યો હતો. તો કમલમ ખાતે ગુજરાત મુલાકાત દરમિયાન અમિત શાહે મેરેથોન બેઠક પણ યોજી હતી.

g clip-path="url(#clip0_868_265)">