Gujarat Election : રાધનપુરથી પૈણુ-પૈણુ કરતા અલ્પેશ ઠાકોરનું જાન પહેલાનું દર્દ છલકાયુ, કહ્યું ‘જ્યાં જાઉં તો બધા કહે છે બહારનો છું’

|

Nov 23, 2022 | 11:40 AM

અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણથી ભાજપે ટિકિટ આપીને મેદાને ઉતાર્યા છે. પરંતુ તેમની ઈચ્છા રાધનપુરથી ચૂંટણી લડવાની હતી. જેથી રાધનપુરની સભામાં અલ્પેશ ઠાકોરે મનની વ્યથા ઠાલવી હતી.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : રાધનપુરમાં ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરનું દર્દ છલકાયું હતુ. અલ્પેશે જણાવ્યું કે, તેઓ જ્યાં જાય છે.ત્યાં બધા કહે છે કે તેઓ બહારના છે. તેમને ખબર નથી કે તેઓ ક્યાંના છે.  મહત્વનું છે કે અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણથી ભાજપે ટિકિટ આપીને મેદાને ઉતાર્યા છે. પરંતુ તેમની ઈચ્છા રાધનપુરથી ચૂંટણી લડવાની હતી. જેથી રાધનપુરની સભામાં અલ્પેશ ઠાકોરે મનની વ્યથા ઠાલવી હતી.

જેમણે વિરોધ કર્યો, તેના માટે જ પ્રચાર કરી રહ્યા છે અલ્પેશ ઠાકોર !

થોડા દિવસો અગાઉ અલ્પેશ ઠાકોરે રાધનપુરની એક સભામાં સંબોધન કરતા કહ્યું હતુ કે, મારે અહીંયાથી પરણવુ છે, તમારે મને પરણવાનો છે. જો કે તેમના આ નિવેદન બાદ સ્થાનિક ભાજપના નેતા પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિતના નેતાઓ દ્વારા ઠાકોર સમાજના સંમેલન યોજી અલ્પેશ ઠાકોરનો ખુલ્લો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે એક સમયે અલ્પેશ ઠાકોરનો જે વિરોધ કરી રહ્યો હતા આજે તેમને જ જીતવવા માટે અલ્પેશ ઠાકોર  જનતાને અપીલ કરી રહ્યા છે.

Next Video