ગાંધીનગરમાં પણ કોરોનાને લઇને તંત્ર સતર્ક, દરરોજ 1000 ટેસ્ટ માટેનું આયોજન

|

Dec 29, 2021 | 5:24 PM

ગાંધીનગર જિલ્લા કલેક્ટર કુલદીપ આર્યાએ જણાવ્યું છે કે હાલ 3400 બેડ સારવાર માટે ઉપલબ્ધ છે. તેમજ દરરોજ રોજ 1000 જેટલા ટેસ્ટ PHC,CHC સેન્ટર પર કરવામાં આવી રહ્યાં છે.

ગુજરાતમાં(Gujarat)વધી રહેલા કોરોનાના(Corona) કેસ અને તેમાં પણ ખાસ કરીને મહાનગરોમાં વધતાં કેસો તંત્રની ચિંતા વધારી દીધી છે. જેના પગલે ગાંધીનગરમાં(Gandhinagar)કોરોના અને એમિક્રોનના (Omicron) કેસને લઇને તંત્ર સજ્જ થયું છે. તેમજ ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત હોસ્પિટલોમાં પણ પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આ અંગે ગાંધીનગર જિલ્લા કલેક્ટર કુલદીપ આર્યાએ જણાવ્યું છે કે હાલ 3400 બેડ સારવાર માટે ઉપલબ્ધ છે. તેમજ દરરોજ રોજ 1000 જેટલા ટેસ્ટ PHC,CHC સેન્ટર પર કરવામાં આવી રહ્યાં છે.

આ ઉપરાંત વિદેશ અને તેમાં પણ હાઇરિસ્ક દેશોમાંથી આવનાર લોકોને ફરજિયાત એક સપ્તાહ ક્વોરન્ટાઇન રહેવું પડશે અને સપ્તાહમાં ત્રણ વખત ટેસ્ટિંગ પણ કરવામાં આવશે. જિલ્લામાં પ્રાઇવેટ અને સરકારી આઇસોલેસન સેન્ટર ઉભા કરાયા છે.. વાઇબ્રન્ટ ગુજરાતમાં વિદેશથી આવનાર પ્રવાસીઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 28 ડિસેમ્બરના રોજ કોરોનાના 394 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 178 નવા કેસ નોંધાયા, તો સુરત શહેરમાં 52, રાજકોટ શહેરમાં 35 કેસ, વડોદરા શહેરમાં 34, આણંદમાં 12 કેસ નોંધાયા છે. ખેડામાં કોરોના સંક્રમિત એક દર્દીનું મૃત્યુ થતા રાજ્યમાં મૃત્યુઆંક વધીને 10,115 થયો છે.  જ્યારે રાજ્યમાં  કોરોના વેરીએન્ટ ઓમિક્રોનના કુલ કેસની વાત કરીએ તો અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 78 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ત્રીજી લહેરનો ભય, સાત દિવસમાં કોરોનાના કેસ 432 ટકા વધ્યા,13 લોકોના મોત

આ પણ વાંચો : SURAT : જીએસટીનો અનોખો વિરોધ, આવતીકાલે કાપડ માર્કેટ બંધની જાહેરાત

Published On - 5:23 pm, Wed, 29 December 21

Next Video