Gujarati Video: ભાવનગરમાં હાઉસિંગ બોર્ડના મકાનની ગેલેરી તૂટી પડી, એક મહિલા માંડ માંડ બચી

|

Mar 27, 2023 | 5:52 PM

Bhavnagar News : ભાવનગરમાં હાઉસિંગ બોર્ડના મકાનો જર્જરિત બન્યા છે. આજે એક સોસાયટીમાં મકાનની ગેલેરી તૂટી પડી હતી.

ભાવનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોની હાલત બદથી બદતર બની છે. યોગ્ય ગુણવત્તાવાળા મકાનો ન હોવાથી મકાનો જર્જરિત થઈ જાય છે અને હંમેશા રહીશો પર મોતનું જોખમ તોળાતુ રહે છે. ભાવનગરમાં પણ કંઈક એવી જ સ્થિતિ જોવા મળી છે. ભાવનગરમાં હાઉસિંગ બોર્ડના મકાનો જર્જરિત બન્યા છે. આજે એક સોસાયટીમાં મકાનની ગેલેરી તૂટી પડી હતી. આ ઘટનામાં એક મહિલાનો જીવ માંડ માંડ બચ્યો છે.

આ પણ વાંચો- Breaking News : ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર, ગુજરાતમાં કમોસમી વરસાદનો આવશે વધુ એક રાઉન્ડ

ભાવનગરમાં ગાયત્રીનગરમાં અમરદીપ સોસાયટીમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનની ગેલેરી તૂટી પડી હતી. જો કે આ દુર્ઘટના સમયે એક મહિલા ત્યાં હાજર હતી. જો કે સદનસીબે તે બચી ગઈ છે. 30 વર્ષ પહેલા હાઉસિંગ બોર્ડ દ્વારા MIG 144 યોજના અંતર્ગત મકાનો તૈયાર કરવામાં આવ્યા હતા. જેની હાલત અત્યારે ખૂબ જ ખરાબ છે. લોકો જીવના જોખમે અહીં રહી રહ્યા છે. ગમે ત્યારે અહીંના મકાનો તૂટી પડવાની શક્યતા છે.

ચાર વર્ષથી આ હાઉસિંગ બોર્ડના મકાનો અત્યંત જર્જરિત હાલતમાં છે. કોઈપણ સમયે મોટી દુર્ઘટના ઘટી શકે તેમ છે. જો હજુ પણ સમયસર હાઉસિંગ બોર્ડ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ચોક્કસથી મોટી દુર્ઘટના ઘટી શકે તેમ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video